Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : મહર્ષિ વાલ્મિકીએ લખેલી રામાયણ વિશે જ અત્યાર સુધી તમે જાણતા હશો, પણ બરોડા મ્યુઝિયમમાં એક ચાંદીના નાનકડા થાળમાં આખી રામાયણને કંડારવામાં આવી છે. જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. ચાંદીના કાળમાં કંડારવામાં આવેલ રામાયણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામાયણ અત્યાર સુધી આપણે સંતોના મુખે, પુસ્તક કે ટીવીમાં કે ચિત્રોમાં જોઈ સાભળી હશે. પરંતુ રામ દરબાર અને રામાયણના વિવિધ પ્રસંગોને એક ચાંદીના થાળમાં કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. આ કલાત્મક નજરાણું આજે વડોદરાના બરોડા મ્યુઝીયમ એન્ડ પિકચર ગેલેરીની શોભા વધારી રહ્યો છે. 555 ગ્રામ ચાંદીમાં નીચેથી ટીપીને ઉપરના ભાગે આકૃતિ ઉપસાવવા આવી છે અને આ થાળના મધ્ય ભાગે રામ દરબાર અને આજુ બાજુના બે ગોળાકારમાં રામ જન્મથી શરૂ કરી લંકા વિજય સુધીના પ્રસંગો રીપાઉઝી શૈલીમાં અંકિત કરવામાં આવ્યા છે. 


ચાલુ એમ્બ્યુલન્સમાં સુરતના કપલની કામલીલા, એકબીજાને આલિંગન આપી ગંદી હરકતો કરી


બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરીના ક્યુરેટર કિરણ વરિયા જણાવે છે કે, બરોડા મ્યુઝિયમની મુલાકાત લેતા મુલાકાતીઓ પણ આ રામ દરબાર અને રામાયણની અદભુત કળા જોઈને અભિભૂત થઈ રહ્યા છે અને ટીવી સિરિયલ કે પુસ્તકમાં જોયેલા રામાયણના પાત્રો આજે ચાંદીના પાત્રમાં જોવા મળ્યા તે લોકો રોમાંચિત થઈ જાય છે અને વર્ષો જૂની કળાને વખાણી રહ્યા છે. 


એક નાનકડા ચાંદીના થાળમાં આખી રામાયણને રીપાઉઝી શૈલીમાં અંકિત કરવામાં આવી છે તે જોઈને મુલાકાતીઓ આચંબિત થઈ રહ્યા છે. 19 મી સદીમાં 120 વર્ષ પહેલા મુંબઈમાં કારીગરોએ બનાવેલ ચાંદીના થાળમાં રામાયણને આજે પણ લોકો નિહાળી જ્ઞાન લઇ પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે.


ચાલુ એમ્બ્યુલન્સમાં સુરતના કપલની કામલીલા, એકબીજાને આલિંગન આપી ગંદી હરકતો કરી