Reality Check: સિવિલમાં સારવાર લેતાં ડરે છે કોરોનાના દર્દીઓ, ઘરે સારવાર લેવા બન્યા મજબૂર
ઝી 24 કલાક (ZEE 24 Kalak) દ્વારા રિયાલિટી ચેક (Reality Check) કરવા કોરોના દર્દીના પરિવારજનોની કેસ સ્ટડી કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ગૌરવ દવે, રાજકોટ: રાજકોટ (Rajkot) માં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. એક તરફ લોકોને કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં એડમિટ થવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાનગી હોસ્પિટલો (Private Hospital) માં બેડ ખાલી ન હોવાથી લોકો ઘરે જ સારવાર લેવા મજબૂર બન્યા છે. ઝી 24 કલાક (ZEE 24 Kalak) દ્વારા કોરોના દર્દીના પરિવારજનોનો કેસ સ્ટડી (Case Study) કરી સ્થિતિ જાણવાનો કર્યો પ્રયાસ હતો.
આ તો કેવી મજબૂરી: 8 દિવસથી હોસ્પિટલના પગથિયે સારવાર મેળવી રહ્યા છે કોરોનાના દર્દી
રાજકોટ (Rajkot) માં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ લોકો મોતને ભેટી રહ્યા છે તો બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખાટલા મળતા નથી. દર્દીને એડમિટ કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ઝી 24 કલાક (ZEE 24 Kalak) દ્વારા રિયાલિટી ચેક (Reality Check) કરવા કોરોના દર્દીના પરિવારજનોની કેસ સ્ટડી કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
Photos: આગ છોડી ગઇ રાખ, તસવીરોમાં જુઓ અમદાવાદની અંકુર સ્કૂલના હાલ
રાજકોટ (Rajkot) ના મવડી વિસ્તારમાં રહેતા અને ખેતીવાડી કૃષિ યુનિવર્સિટીના નિવૃત કર્મચારી ચંદ્રકાંતભાઈ પંડ્યાનો ગત 2 એપ્રિલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેઓ હોમ કોરોન્ટાઇન થયા હતા. બાદમાં 4 તારીખે ઓક્સિજન લેવલ ઘટી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા.
હે ભગવાન! આવા દિવસો કોઇને ના બતાવતો, કોરોનાના દર્દીની હાલત જોઇ હૃદય કંપી ઉઠશે
જેમાં તારીખ 8 એપ્રિલના તબિયત વધુ લથડતા સવારે 5.45 વાગ્યે મૃત્યુ થયું હતું, બાદમાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જોકે આજ પરિવારના અન્ય સભ્યો પણ કોરોના સંક્રમિત હોવાથી ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે. મૃતક ચંદ્રકાંભાઈ પંડ્યાના ભત્રીજા કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પરિવારના એક સભ્ય માટે સિવિલમાં લઈ ગયા હતા. પણ સ્ટાફની અછતને કારણે પૂરતી સારવાર ન મળી અને પરિવારે સભ્ય ગુમાવવા પડ્યા છે. હવે લોકો સિવિલ હોસ્પિટલમાં જતા પણ ડરી રહ્યા છે.
રાજકોટમાં કોરોનાની નવી પેટર્ન, "ફેમેલી બન્ચિંગ", એપ્રિલ મહિનામાં સામે આવ્યા આટલા કિસ્સા
હજુ પણ પંડ્યા પરિવારમાં ત્રણ લોકો પોઝિટિવ છે. સરકારી હોસ્પિટલમાં એડમિટ થતા લોકો ડરી રહ્યા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં બેડ ન મળતા ચંદ્રકાન્તભાઈ પંડ્યાના પરિવારને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે ત્રણ પોઝિટિવ સભ્યો ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube