રાજકોટમાં કોરોનાની નવી પેટર્ન, "ફેમેલી બન્ચિંગ", એપ્રિલ મહિનામાં સામે આવ્યા આટલા કિસ્સા

ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, એક સાથે પરિવારના તમામ સભ્યોને કોરોના પોઝિટિવ આવે તેવા સંજોગોમાં હોમ આઈસોલેટ થવું પણ મુશ્કેલ બની જાય છે અને કોણ કોનું ધ્યાન રાખે તેવી સ્થિતિ સર્જાઈ છે. 

રાજકોટમાં કોરોનાની નવી પેટર્ન, "ફેમેલી બન્ચિંગ", એપ્રિલ મહિનામાં સામે આવ્યા આટલા કિસ્સા

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં કોરોના (Coronavirus) ના કેસમાં રાફડો ફાંટ્યો છે. જો કે હવે રાજકોટમાં કોરોનાની નવી પેટર્ન (New Petern) ફેમેલી બન્ચિંગ (Family Bunching) જોવા મળી રહી છે. જેમાં એક બે નહિ પરંતુ પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમિત થાય છે. રાજકોટ શહેરમાં કોરોનાએ ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’ (Family Bunching) થી પૂરપાટ ઝડપ પકડી હોવાનું મહાપાલિકાના ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામ કરતાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ધ્યાન પર આવ્યું છે. 

તાજેતરમાં ચાલુ મહિનામાં જ એવા 30 કરતા વધુ કિસ્સા ધ્યાને આવ્યા છે કે જેમાં સમગ્ર પરિવારના તમામ સભ્યો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હોય. રાજકોટ (Rajkot) મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, એક સાથે પરિવારના તમામ સભ્યોને કોરોના પોઝિટિવ આવે તેવા સંજોગોમાં હોમ આઈસોલેટ થવું પણ મુશ્કેલ બની જાય છે અને કોણ કોનું ધ્યાન રાખે તેવી સ્થિતિ સર્જાઈ છે. 

મહાપાલિકા તંત્ર માટે પણ આ પેટર્ન પડકારપ બની રહી છે. માર્ચ મહિનામાં કોરોનાના કેસ સતત વધવાનું એક કારણ ફેમિલી બન્ચિંગ પેટર્ન પણ છે. એક જ પરિવારમાં એકથી પાંચ સભ્યોને એકસાથે કોરોના આવે તેવા કિસ્સા બહાર આવે છે જેના લીધે કેસની સંખ્યા પણ સતત વધી રહી છે.

આ વિસ્તારો વધુ સંક્રમિત
રાજકોટના વોર્ડ નં.7, 14, 8, 9 અને 10 હેઠળના વિસ્તારોમાં આ પેટર્ન વિશેષ જોવા મળી રહી છે. વોર્ડ નં.7માં યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ટાગોર રોડ સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં.14માં કેનાલ રોડ, ગુંદાવાડી, કેવડાવાડી, જયરાજ પ્લોટ, વર્ધમાનનગર, કરણપરા, લક્ષ્મીવાડી, કોઠારિયા કોલોની સહિતના વિસ્તારોમાં આ પ્રકારના કેસ જોવા મળ્યા છે. 

જ્યારે વોર્ડ નં.8માં કાલાવડ રોડ અને અમિન માર્ગ તેમજ પંચવટી રોડ વિસ્તાર, વોર્ડ નં.9માં યુનિવર્સિટી રોડ અને સાધુ વાસવાણી રોડ તેમજ વોર્ડ નં.10માં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ, 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં ફેમિલી બન્ચિંગ પેટર્નના કેસ જોવા મળી રહ્યા છે. આવા કેસ જોવા મળ્યા હોય ત્યાં આગળ વિશેષ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news