બીડી મૂકેલા ઑક્સીમીટરના વાયરલ વીડિયોનું સત્ય શોધી કઢાયું, રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો
કોરોના વાયરસમાં દરેક હૉસ્પિટલ અને દરેક ઘરમાં વપરાતું ઑક્સીમીટર શું ખરેખર નિર્જીવ વસ્તુનું પણ ઑક્સિજન લેવલ બતાવે છે? ZEE 24 કલાક પર ઑક્સીમીટરનો ટેસ્ટ કરવામાં આવ્યો
ઝી મીડિયા/બ્યૂરો :સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો (viral video) માં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઑક્સીમીટર બીડીમાં પણ ઑક્સિજન લેવલ બતાવે છે. આ વીડિયો ટ્રેન્ડિંગમાં આવ્યો છે. આ દાવામાં કેટલો દમ છે? કોરોના વાયરસમાં દરેક હૉસ્પિટલ અને દરેક ઘરમાં વપરાતું ઑક્સીમીટર શું ખરેખર નિર્જીવ વસ્તુનું પણ ઑક્સિજન લેવલ બતાવે છે? ZEE 24 કલાક પર ઑક્સીમીટરનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઑક્સીમીટરમાં નિર્જીવ વસ્તુ નાખવાથી શું થાય છે, ઑક્સીમીટર (Pulse oximeter) ની વિશ્વસનિયતા સામે ઉઠતા સવાલનો જવાબ પણ અમે તમને જણાવીશું. આ માટે જાણીતા ડૉક્ટરની મદદ લેવામાં આવી છે. અનેક વસ્તુઓને ઑક્સીમીટરમાં મૂકીને અજમાવી જોવામાં આવી, જે અંગે સોશિયલ મીડિયામાં જાતભાતના દાવા થઈ રહ્યા છે. ઑક્સીમીટરનું લાઈવ રિયાલિટી ચેક (Reality check) કરતા શું જાણવા મળ્યું તે જોઈએ.
આત્મહત્યાનો હચમચાવી દે તેવો કિસ્સો, 3 વર્ષની દીકરીને પાંચમા માળથી ફેંક્યા બાદ માતાએ છલાંગ લગાવી
આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ
તો દર્શકોને એ પણ જણાવીએ કે પલ્સ ઑક્સીમીટર એક નાનકડું ડિવાઈસ છે. જે લોહીમાં ઑક્સિજનનું સેચ્યુરેશન લેવલ અને ઑક્સિજનનું પ્રમાણ બતાવે છે. ડિવાઈસમાં લાગેલું સેન્સર લોહીમાં ઑક્સિજનમાં થતા બદલાવને ડિજિટલ સ્ક્રીન પર બતાવે છે. ડિવાઈસને આંગળીમાં કપડાં ધોવાની પીનની જેમ મુકવાની હોય છે. જેમાં લાગેલું સેન્સર લોહીમાં ઑક્સિજનના પ્રવાહની જાણકારી આપે છે. કોરોના મહામારીમાં આ ડિવાઈસ ક્રોનિક ઑબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ ઉપરાંત અસ્થમા, નિમોનિયા, ફેફસાંના કેન્સર, હાર્ટ એટેકે કે હૃદય ફેલ જવાના કિસ્સામાં ઉપયોગી થાય છે.
આ મશીનમાં 95 થી 100 વચ્ચે રેટિંગ જોવા મળે તો સમજો કે ગભરાવાની કોઈ જરૂર નથી. પરંતુ જો 92 થી નીચે દેખાય તો હાઈપોક્સેમીયા કે બ્લડ ટિશ્યૂ ઑકિસજનની કમી હોઈ શકે છે. આ સ્થિતિમાં તમારે ડૉક્ટરની મદદ લેવી જોઈએ. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં લોકો હોમ કોરન્ટાઈન રહે ત્યારે ડોક્ટરો દર્દીઓને ઓક્સિમીટર રાખવાની સલાહ આપે છે. જેથી લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ માપી શકાય. અને વારંવાર હૉસ્પિટલ જવાની જરૂર ના પડે.
ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
આત્મહત્યાનો હચમચાવી દે તેવો કિસ્સો, 3 વર્ષની દીકરીને પાંચમા માળથી ફેંક્યા બાદ માતાએ છલાંગ લગાવી
આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ