અમદાવાદ : ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ભાજપના પાયાના કાર્યકર આનંદીબેન પટેલનો આજે 76 મો જન્મદિવસ છે. તેમના પ્રશંસકો અને તેમના ચાહકો આજ સવારથી તેમને ટેલિફોનીક તથા રૂબરૂ તેમનાં નિવાસ સ્થાને પહોંચીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વિવિધ પક્ષો દ્વારા પોતાનો ઉમેદવારોની જાહેરાતો અને પક્ષનો પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ ભાજપે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ત્યારબાદ 36 અને આજે 28 ઉમેદવારો જાહેર કર્યા હતા આ સાથે ગત મોડી રાતે કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવોરોની પ્રથમ યાદી જાહેર  કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણી આ વખતે વધુ રસાકસી ભરી બનવાની છે ત્યારે ભાજપના પીઢ નેતા અને ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નજીક ગણાતા વસુ બહેન ત્રિવેદીને આ વખતે ભાજપે ટિકીટ આપી નહોતી.


આ વખતે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોને લઇ કેટલાય જુના અને પીઢ નેતાઓનું પત્તુ કપાતા ભાજપ અગ્રણીઓ અને તેમના સમર્થકોમાં ખાસ રોષની લાગણી ફેલાઇ હતી અને જે પૈકી કેટલાક નેતાઓ અને અગ્રણીઓએ તો રાજીનામા આપવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.