હવે ડોક્ટરોનો વારો! સુરત સિવિલમાં રોગચાળાથી સ્થિતિ કથળી! એક સાથે આટલા તબીબો બિમાર

હાલ શહેરમાં મચ્છજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને ડેંગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો રોગચાળાની સારવાર આપી રહેલા તબીબો પણ ડેંગ્યુની ઝપટમાં આવ્યા છે.

હવે ડોક્ટરોનો વારો! સુરત સિવિલમાં રોગચાળાથી સ્થિતિ કથળી! એક સાથે આટલા તબીબો બિમાર

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રોગચાળાના ભરડામાં સપડાયેલા લોકોને સારવાર આપતા નવી સિવિલ હોસ્પિટલના તબીબો પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપટમાં ચડ્યા છે. સિવિલ કેમ્પસમાં ગંદકી અને ભૂંડના ત્રાસના કારણે તબીબ સહિતના કર્મચારીઓ રોગચાળાના ભરડામાં આવી રહ્યા હોવાની બુમરાણ ઉઠી રહી છે.

હાલ શહેરમાં મચ્છજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને ડેંગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો રોગચાળાની સારવાર આપી રહેલા તબીબો પણ ડેંગ્યુની ઝપટમાં આવ્યા છે. સિવિલ કેમ્પસમાં રહેતા ડો. વ્રતિક વસાવા અને ડો. સ્મીત ડેંગ્યુની ઝપટમાં આવ્યા હતા. જેથી તેમને ડેંગ્યુની સારવાર પણ આપવામાં આવી છે. તેવી જ રીતે ડો. પ્રિયંકા પટેલ અને ડો. નેમીષા ચૌધરી ચિકનગુનીયાની ઝપટમાં આવ્યા છે. હોસ્પિટલ કેમ્પસમાં ગંદકીના કારણે ભૂંડનો ત્રાસ હોવાનું અને તેના કારણે તબીબો સહિતનો સ્ટાફ રોગચાળાનો શિકાર બની રહ્યા હોવાની બૂમરામ કેમ્પસમાં ઉઠી રહી છે.

રોગચાળાની વચ્ચે બીજી બાજુ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગંદકીનું સામરાજ્ય જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના NICU સહિત વિવિધ વોર્ડના બિલ્ડિંગના બહારના કેમ્પસમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે એટલું જ નહીં ગંદુ અને દુર્ગંધવાળું પાણી પણ અહીં વહેતું દેખાઈ રહ્યું છે. સાથે જ વરસાદી પાણીનો સંગ્રહ થઈ જતા મચ્છરજન્ય બ્રિડિંગો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે. આ અંગે સુરત મહાનગરપાલિકાએ છેલ્લા એક મહિનામાં સિવિલ તંત્રને 4 નોટિસો ફટકારી છે. તેમ છતાં સિવિલ તંત્રનું પેટનું પાણી હલતું નથી અને આ ગંદકી દૂર કરવા તેમને સમય મળતો નથી.

હાલ સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છ.તેવા મોટાભાગના તાવ,ઝાડા ,ઉલટી ,મલેરિયા અને ડેન્ગ્યુના કેસો છે. ત્યારે સાજા થવા આવેલા દર્દીઓના બિલ્ડીંગના કેમ્પસમાં જ ગંદકીનું સમ્રાજ્ય અને મચ્છરજન્યો બ્રિટિંગો જોવા મળી રહ્યા છે. આ અંગે સુરત મહાનગરપાલિકા છેલ્લા ચાર વર્ષમાં 100થી વધુ સિવિલ તંત્રની નોટિસો ફટકારી છે અને હાલ ચોમાસાની ઋતુમાં છેલ્લા એક મહિનામાં ચાર જેટલી નોટિસો સિવિલ હોસ્પિટલને તંત્રને ફટકારી છે. તેમ છતાં તંત્ર દર્દીઓ સહિત તબીબોના જીવને જોખમમાં મૂકી પોતાની મનમાની કરતા હોય તેમ દેખાઈ રહ્યા છે.

મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. સુરતની સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, સહિતના કેસમાં દિનપ્રતિ દિન વધારો નોંધવાની સાથે લોકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે દર્દીઓને સારવાર આપતાં તબીબો જ રોગચાળાની ચપેટમાં આવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news