ગુજરાતના હીરાઉદ્યોગમાં મંદી : 4 માસમાં 21 રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યું, 20 હજાર લોકો બેરોજગાર
Recession In Surat Diamond Industry : હીરા ઉદ્યોગમાં મંદી અંગે સહાય પેકેજની માગ... યુક્રેન-રશિયાના યુદ્ધથી 20 હજાર રત્ન કલાકારો બેરોજગાર બન્યા.... છેલ્લા 4 મહિનામાં 21 રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું... રત્નદીપ યોજના ફરી શરૂ કરવાની કરી માગ
Surat News હિતલ પારેખ/ગાંધીનગર : સુરતનો હીરા ઉદ્યોગ ફરી મંદીમાં સપડાયો છે. માર્કેટમાં મંદી આવતા જ હીરા ઉદ્યોગકારોએ ગુજરાત સરકાર પાસેથી પેકેજ આપવા માંગ કરી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, યુક્રેન રશિયા યુદ્ધ ના કારણે ૨૦ હજાર રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તેમજ છેલ્લા ચાર માસમાં ૨૧ રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું છે. તેથી રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.
સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ કાંકે સરકારને પત્રમાં જણાવ્યું કે, આપણા હીરાઉદ્યોગ માં અંદાજે 20 લાખ રત્નકલાકારો કામ કરે છે અને હીરાઉધોગ આપણા માટે હંમેશા જીવાદોરી સમાન ઉધોગ રહ્યો છે હીરાઉધોગ થકી સમગ્ર વિશ્વમાં આપણું નામ ચમકતું થયું છે. તથા હીરાઉધોગ થકી સરકારને કરોડો ડોલર વિદેશી હુંડિયામણ પણ મળે છે. પરંતુ હીરા ઉધોગમાં કામ કરતા કામદારો એટલે કે રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી પાયમાલ થઈ રહ્યા છે અને હાલ ચાલી રહેલી ભયંકર મંદીના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની ગઈ છે. કેમ કે એક તરફ મોંધવારી વધી રહી છે ત્યારે બીજી તરફ મંદીને કારણે રત્ન કલાકારોના પગાર ઘટી રહ્યા છે. જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે.
રાજ્યના 17 મંત્રાલયો કરતાં વધારે બજેટના વહીવટ માટે રસાકસી, ભાજપમાં ઘમાસાણ
હીરા ઉધોગના રત્નકલાકારો કામદારની કેટેગરીમાં આવે છે અને મજુર કાયદા હેઠળના મળવાપાત્ર લાભો મેળવવાની પાત્રતા પાવે છે. પરંતુ હીરા ઉદ્યોગમાં વર્ષોથી મંજુર કાયદાનુ પાલન કરાવવામાં આવતુ નથી. જેના કારણે હીરા ઉદ્યોગમાં વર્ષોથી એકતકૉરફી વિકાસ થઈ રહ્યો છે. ઉદ્યોગકારો માલામાલ અને રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યું છે. કલાકારો હીરાની સાથે મળીને ઘસાઈ રહ્યાં છે.
ગોડફાધરો સક્રિય ! મહિલા અનામત હોવાથી જૂથવાદ વકરશે : આ નામોને લાગશે લોટરી?
હાલ ભારે મંદીના કારણે સુરત શહેર મા છેલ્લા ચાર મહિનામાં અંદાજે 21 રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. પ્રોડક્શન કાપની સીધી અસર રત્ન કલાકારોના પગાર પર પડી રહી છે. જેના કારણે એમને ઘરનું ગુજરાન ચલાવવામાં ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેથી સરકાર તાત્કાલિક આર્થિક પેકેજ જાહેર કરે. બેરોજગાર રત્નકલાકારો માટે સરકારે વર્ષ 2009 માં જાહેર કરેલી રત્નદીપ યોજના ફરી જાહેર કરવામાં આવે. જેથી રત્ન કલાકારોના પરિવારોને આર્થિક મદદ મળે.
લોકસભા પહેલા ભરૂચમાં રાજકારણ ગરમાયું : મનસુખ વસાવાએ ચૈતર વસાવાને કૂવાનો દેડકો કહ્યો
રત્ન કલાકારોએ સરકાર પાસેથી માંગ કરી કે, 2009 મા જાહેર કરેલી રત્નદિપ યોજના ફરી જાહેર કરવામાં આવે. બેરોજગારી અને આર્થિક સંકટના કારણે આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે. હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન થવુ જોઈએ. સુરત રત્નકલાકારી પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરાય. મંદીના કારણે જે રત્નકલાકારોની છટણી કરવામા આવે તેમને બોનસ પિરિયડનો પગાર આપવામાં આવે. રત્નકલાકારોને પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી આવાસ હેઠળ ઘરનું ઘર મળવું જોઈએ.
લોકસભા પહેલા ભરૂચમાં રાજકારણ ગરમાયું : મનસુખ વસાવાએ ચૈતર વસાવાને કૂવાનો દેડકો કહ્યો