Surat News ચેતન પટેલ/સુરત : સુરત હીરા બજારમાં પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાઈલમાં ચાલી રહેલા યુદ્ધને લઈ હીરા બજાર પર મોટી અસર થઈ છે. સુરતમાં 10 હજાર કરોડનો વેપાર ઠપ થયો છે. ઈઝરાઈલ સાથે ભારત હીરા બજાર સીધું સંકળાયેલ હતું. તેથી સુરત હીરા બજારની સ્થિતિ ગંભીર બની છે. મંદી વચ્ચે શનિવાર અને રવિવારે રજા આપવામાં આવી રહી છે. સામી દિવાળી હીરા બજારની સ્થિતિ હજુ બગડે તેવી શક્યતા દેખાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની અંદર હીરા બજારની સ્થિતિ અત્યંત ખરાબ ચાલી રહી છે તે વચ્ચે હાલમાં ઇઝરાયેલ ની અંદર જે યુદ્ધ શરૂ થયું છે તે યુદ્ધની અસર પણ હવે સુરત હીરા બજાર માર્કેટ ઉપર જોવા મળશે. કારણ કે 10000 કરોડનો વેપાર ઇઝરાયેલની અંદર કરવામાં આવતો હતો જે 10000 કરોડનો વ્યવહાર ઠપ થતા સામે દિવાળી સમય માર્કેટ ઉપર મોટી અસર જોવા મળશે. એટલે કહી શકાય કે પડતા ઉપર પાટું મારું તેવી સ્થિતિ હાલ હીરા બજારની છે.


ચૂંટણી ક્યાંથી લડશો? એવું પૂછતા લલિત કગથરાએ આપ્યો રમૂજી જવાબ


સુરત શહેરની અંદર સૌથી મોટા બે ઉદ્યોગ આવેલા છે. જેમાં બંને ઉદ્યોગોમાં લાખો કામદારો આ ઉદ્યોગ સાથે સીધા સંકળાયેલા છે. જ્યારે પણ આ બંને માર્કેટ ઉપર કોઈ અસર પડતી હોય છે, તો તેની અસર લાખો કારીગરો પર પણ અને તેમના પરિવાર ઉપર પડતી હોય છે. તેમાંના એક વેપાર એટલે હીરા બજારની વાત કરવામાં આવે તો સુરત હીરા બજારની સ્થિતિ અત્યંત ગંભીર હાલતમાં પસાર થઈ રહ્યો છે. તેવામાં ઇઝરાયેલની અંદર જે યુદ્ધ શરૂ થયું હવે આ યુદ્ધની અસર પણ સુરતના હીરા બજાર ઉપર જોવા મળશે. થોડા મહિના પહેલાં યુક્રેનમાં થયેલા યુદ્ધની અસરમાંથી બહાર નીકળતા વેપારીઓને પરસેવો પડ્યો હતો. ત્યારે ફરી ઇઝરાયેલની અંદર યુદ્ધ શરૂ થતા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે.


હાથમાં બંદૂક લઈને આ બે ગુજરાતણો નીકળી પડી ઈઝરાયેલ માટે યુદ્ધ લડવા, નામ રોશન કર્યું


સુરતના વેપારીઓ દ્વારા રશિયન કંપનીને રફીના બે મહિના ન મોકલવા માટે અપીલ કરી હતી. બીજી બાજુ પોલીસ હીરાના ભાવ અત્યંત નીચે આવી જતા માર્કેટની સ્થિતિ ખરાબ ચાલી રહી છે, લોકો પાસે મોટા પ્રમાણમાં હીરાનો સ્ટોક પડી રહેલ છે. જ્યારે ઇઝરાયેલમાં દર વર્ષે ભારત અંદાજિત 10,000 કરોડનો હીરાનો વેપાર કરતું આવ્યું છે. ત્યારે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો આ 10,000 કરોડનો વેપાર ઠપ થતા મોટી કંપનીના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. કારણ કે સામી દિવાળીએ એક તો હીરા બજાર મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને આ સ્થિતિ ઊભી થતા વધુ હાલત કફડી બને તેવું ઇરા વેપારીઓનું માનવું છે.


ગરબા આયોજકો માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન : આ સૂચનાઓનું ફરજિયાત પાલન કરવુ પડશે