ચૂંટણી ક્યાંથી લડશો? એવું પૂછતા લલિત કગથરાએ આપ્યો રમૂજી જવાબ

Lalit Kagathara Comedy Statement : લલીત કગથરાનો હાસ્યાસ્પદ જવાબ... ચૂંટણી ક્યાંથી લડશો તો કહ્યું, હું મારા ઘરે થી લડીશ... લલીત કગથરાએ કહ્યું, ખેડૂતો અમને કેમ મત નથી આપતા અને ભાજપને મત આપે છે તે સમજાતું નથી

ચૂંટણી ક્યાંથી લડશો? એવું પૂછતા લલિત કગથરાએ આપ્યો રમૂજી જવાબ

Gujarat Congress : કોંગ્રેસના પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનો રમૂજી અંદાજ જોવા મળ્યો હતો. તેમણે ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા કહ્યુ હતું કે, ખેડૂતો અમને કેમ મત આપતા નથી તે સમજાતું નથી. ખેડૂતોના કંઈ કામ ન કર્યા હોવા છતાં ભાજપને મત આપે છે. ત્યારે પત્રકારોએ લલિત કગથરાને એક પ્રશ્ન પૂછ્યો હતો કે, ચૂંટણી ક્યાંથી લડશો. તો જવાબમાં લલિત કગથરાએ રમૂજી અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, મારા ઘરેથી લડીશ. આમ, લલિત કગથરાએ પત્રકારના સવાલનો રમૂજી અંદાજમાં જવાબ આપતા વાતાવરણ મોજીલું બન્યુ હતું.

5 રાજ્યોની જાહેર થયેલી ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ અને સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ બી.એમ. સંદીપકુમાર, પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, વસરામ સાગઠીયા, ગોપાલ અનડકટ, નિદત બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજકોટના કોંગ્રેસના અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોનો પાણીનો મુદ્દો ઠાવ્યો હતો. લલિત કગથરાએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી મગફળીના પાકને નુકસાની થઈ છે. પરંતું સરકારે આ અંગે નોંધ પણ લીધી નથી. 

પ્રેસ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા હાજર રહ્યા હતા. લલિત કગથરાએ કહ્યું તે.. સૌરાષ્ટ્રમાં કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ વખતે પાછોતરા વરસાદના કારણે કપાસનો પાક બળી ગયો છે. રાજ્ય સરકારના એક પણ મંત્રીએ સૌરાષ્ટ્રના ખેડૂતો તરફ ધ્યાન આપ્યું નથી. સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસના પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. 

તો બીએમ સંદીપકુમારે કહ્યું કે, પાંચ રાજ્યોમાં ભાજપ કે RSS જીતશું તેવો દાવો પણ કરી શકે તેમ નથી. ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાત કરી હતી. ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં રૂપિયા વગર કામ થતું નથી. ગુજરાતની સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારથી જ ચાલે છે. ગુજરાતમાં સરકારી કોન્ટ્રાકટમાં 50 ટકા કમિશ્નર લેવામાં આવે છે. છત્તીસગઢ, રાજસ્થાનમાં અમારી સરકાર ફરી બની રહી છે. તેલંગણામાં અદાણીના રૂપિયાથી અમારા MLAને ખરીદી લીધા હતા. પરંતુ અમારી સરકાર તેલંગણામાં સરકાર બનાવી રહી છે. 

તો આ પ્રેસ કોન્ફસમાં લલિત કગથરાએ પત્રકારોના સવાલનો હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો. ચૂંટણી ક્યાંથી લડશો તેવું પૂછતા તેમણે કહ્યું હતું કે, હું મારા ઘરેથી લડીશ.ખેડૂતો અમને કેમ મત નથી આપતા અને ભાજપને મત આપે છે તે સમજાતું નથી. ભાજપે ખેડૂતોના કાંઈ કામ કર્યા નથી તો પણ ખેડૂતો ભાજપને જ મત આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news