ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 3,387 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,29,781 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 85.73 ટકાએ પહોંચ્યો હતો. 


આ પણ વાંચો:- GUJARAT: કોરોના કાળમાં ઇન્ટર્ન ડોક્ટર્સ માટે ખુબ સારા સમાચાર, પગાર વધારાની જાહેરાત


અત્યાર સુધીમાં 87,11,085 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,02,796 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,00,13,881 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


આ પણ વાંચો:- કોરોનાના દર્દીઓથી ઉભરાઈ સુરતની હોસ્પિટલો, નવું કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની ફરજ પડી


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 49,737 એક્ટિવ દર્દી છે, જે પૈકી 283 લોકો વેન્ટિલેટર પર છે અને 49,454 લોકો સ્ટેબલ છે. 3,29,781 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 5,170 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટમાં 5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં 2, જામગનર કોર્પોરેશનમાં 2, જામનગરમાં 2, સાબરકાંઠામાં 2, સુરતમાં 2, અમદાવાદમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, મહિસાગરમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1, વડોદરામાં 1 અને વલસાડમાં 1 દર્દી સાથે કુલ 94 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube