નિધિરેશ રાવલ/ગાંધીધામ: જીતો ગાંધીધામ, લેડીઝ વિગ સાથે વિશ્વનું સૌથી મોટું વાક્ય જૈન નમોકાર (નવકાર) મંત્ર ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી લાર્જેસ્ટ આર્ટિફિશિયલ ફલાવર સેન્ટેન્સ‘ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે ગાંધીધામ ખાતેના આંબેડકર ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જ્યુરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. અને સમગ્ર કાર્યક્રમને આ મંત્ર જેમાં 9108 કૃત્રિમ પુષ્પો દ્વારા ‘નમસ્કાર મહામંત્ર‘ લખવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે ક્યાં કેટલો વરસ્યો વરસાદ? આ વિસ્તારોમાં ખતરો, નાંદોદમાં આભ ફાટ્યું!


જીતો પરિવાર ગાંધીધામ માટે આ એક સુવર્ણ અને ઐતિહાસિક દિવસ બની ગયો હતો. જીતો મહિલા વિંગ દ્વારા આર્ટિફિશિયલ ફલાવરથી નવકાર મંત્ર બનાવવામાં આવ્યો હતો અને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. જીતો મહિલા વિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ટેબલ ઉપર નવકારમંત્ર થર્મોકોલની સીટમાથી કોતરીને બનાવવામાં આવ્યા બાદ એક એક અક્ષરને જતો મહીલા વિંગના સભ્ય મહિલા દ્વારા આર્ટિફિશિયલ ફલાવર લગાવવામાં આવ્યુ હતું. સૌથી મોટા વાક્યને આર્ટિફિશિયલ ફલાવરથી બનાવવાના ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં ગીનીસ વર્લ્ડ રેકોર્ડ તરફથી જ્યુરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના નિર્દેશનમા આ કાર્યક્રમ નિયમ મુજબ સંપન્ન થયો હતો. 


મજબૂત સિસ્ટમ સર્જાઇ, મેઘરાજા ફરી ગુજરાતના આ વિસ્તારોને તરબોળ કરે તેવી ભયાનક આગાહી


આ પ્રસંગે જીતો ગાંધીધામના ચેરમેન મયંક સંઘવીએ મહીલા વિંગ દ્વારા જૈન ધર્મના નવકારમંત્રને ફલાવરથી બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પહેલ કરી છે તેમ જણાવ્યું હતું. જ્યારે જીતો મહિલા વિંગના સંગીતાબેન શાહ દ્વારા સૌથી મોટો વાક્ય નવકારમંત્રને ફલાવરથી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. 


અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત; મુસાફર ભરેલી બસના બે ટૂકડા થયા, 40 ઈજાગ્રસ્ત


તેમજ આ સમયે ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાથી જ્યુરી તરીકે ઉપસ્થિત એ જણાવ્યુ હતું કે જીતો મહિલા વિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નિયમ અને સમય મુજબ કાર્યક્રમનુ રેકોર્ડિંગ કરીશુ અને ત્યારબાદ યોગ્ય રીતે કાર્યક્રમ પૂર્ણ થશે તો ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવશે.


રોવડાવી દેતી કહાણી! એક સલામ આ અમદાવાદીને! મરતા-મરતા પણ 4 લોકોને નવજીવન આપી ગયા