* ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ફરી ભરતી ઝુંબેશ
* 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોની થશે ભરતી પ્રકિયા
* 231 મહિલા અને  469 પુરુષ ઉમેદવારની ભરતી પ્રકિયા
* 23 ઓગષ્ટથી 5 સપ્ટેમ્બર ઓનલાઈન કરી શકાય અરજી
* actptrbrecuitment.com વેબસાઈટ પર કરી શકાશે અરજી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ટ્રાફિક બિગ્રેડની સંખ્યામા વધારો કરવામાં આવશે. ટ્રાફિક પોલીસે ટ્રાફિક બ્રિગેડની ભરતીને લઈને કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસને દર માસે સારૂ કામ કરતા બ્રિગેડના જવાને ઇનામ પણ આપવામાં આવશે. અમદાવાદમા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક બ્રિગેડની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ટ્રાફિક પોલીસે 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી પ્રકીયા શરૂ કરી છે.


ગુજરાત યુનિવર્સિટીમાં આવેલો કોઇ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહી રહે: કોમર્સ ફેકલ્ટીના ડીનની સ્પષ્ટતા


શહેરમા વાહનોની સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ સતત વધી રહી છે. જેથી ટ્રાફિક બ્રિગેડના જવાનો ભરતી પ્રકિયા શરૂ કરાઈ છે. નવા 700 ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી માટે ઓનલાઈન અરજી કરવામા આવી છે. જેમા શારિરીક કસોટી માટે પુરુષ માટે 800 મીટર અને મહિલાઓ માટે 400 મીટરની દોડ રહેશે. ઉમર 18થી 35 નકકી કરવામા આવી છે. આ ભરતી પ્રકીયાને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી.



પાડોશી બન્યો પાપી: 4 વર્ષ નાનકડી બાળકીને ચોકલેટના બહાને બાથરૂમમાં લઇ ગયો અને...


અમદાવાદ શહેરમા 1600 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે. ટ્રાફિક નિયમનમા સતત ફરજ બજાવતા જવાનોને લઘુતમ વેતનના પ્રશ્નોના ઉકેલ માટે પણ ટ્રાફિક ટ્ર્સ્ટ અને પોલીસે ચર્ચા કરી હતી. દર મહિને 9000 હજાર વેતનથી મોઘવારીમા પરિવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ થતું હોવાની સમસ્યાથી ટ્રાફિક બ્રિગેડના જવાનો પીડાય છે. પરંતુ શિષ્ટના પાલન કરવાનુ હોવાથી તેઓ કોઈ રજૂઆત નહિ કરી શકતા હોવાનુ પણ જણાવે છે. ત્યારે ટ્રાફિક બ્રિગેડના પગારના પ્રશ્નોને દૂર કરવાની સાથે હવે પોલીસે ટ્રાફિક બ્રિગેડના જવાનનુ ફરજ પર પ્રોત્સાહન વધારવા દર મહિને સારી કામગીરીને લઈને પોલીસ કમિશ્નરના હસ્તે ભેટ આપવાની યોજના બનાવી છે. જે ટ્રાફિક બ્રિગેડના નિરાશ જવાનોને આશાનુ કિરણ બની શકશે. ટ્રાફિક બ્રિગેડની ભરતી પ્રકીયાને લઈને આજથી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. કોરોનામા લોકડાઉનના કારણે અનેક યુવાનો બેરોજગાર બન્યા છે.. જેઓ આ ભરતીમા સ્વયંસેવક બનીને રોજગારીની તક મેળવી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube