ક્લાર્ક અને એકાઉન્ટન્ટના પદ પર જોડાવવા માગતા યુવાનો માટે સારા સમાચાર
ગોધરા અને હાલોલ નગરપાલિકામાં 11-11-2021 સુધી અરજી કરી શકાશે. કાલાવડ, ખંભાલીયા, હિમતનગર ,પાટન અને માણસા નગરપાલિકામાં 30 દિવસની અંદર અરજી કરવાની રહેશે.
ગુજરાતની અનેક નગરપાલિકામાં ક્લાર્ક અને એકાઉન્ટન્ટના પદ માટે ભરતી કરવામાં આવી છે. જેમાં ભરૂચ ,ખંભાલીયા , કાલાવડ, હાલોલ, ગોધરા , હિંમતનગર , ડીસા, બાંટવા , પાટણ , અને માણસા નગરપાલિકામાં ભરતી કરવામાં આવી છે.
કોરોના કાળમાં સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે દરેક રાજ્યમાં રોજગાર-ધંધા પર તેની માઠી અસર પડી હતી. અને ઘણા લોકોની તો નોકરી પણ છીનવાઈ ગઈ હતી. જેમ-જેમ કોરોનાના કેસમાં ઘટાડો થયો તેમ-તેમ દરેક સ્તર પર ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ રીતે કરી શકાશે અરજી
ગોધરા અને હાલોલ નગરપાલિકામાં 11-11-2021 સુધી અરજી કરી શકાશે. કાલાવડ, ખંભાલીયા, હિમતનગર ,પાટન અને માણસા નગરપાલિકામાં 30 દિવસની અંદર અરજી કરવાની રહેશે.
લાયકાત
નગરપાલિકાના તમામ પદ માટે લાયકાત અંગેની માહિતીતે https://engar.gujarat.gov.in પરથી મળી જશે
વય મર્યાદા
પદના અનુસાર વય અંગેની માહિતી તે વેબસાઈટ માંથી મળી જશે.
પગાર ધોરણ
ગુજરાતની આ તમામ નગરપાલિકાઓમાં સરકારે નક્કી કરેલ નિયમોનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube