Biporjoy Cyclone: દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ: 1100થી વધુ લોકોનું સ્થળાંતર, તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર
Biporjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે.
Biporjoy Cyclone: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝાડોની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયું છે. હાલ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરાઈ છે. 15 જૂને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેને લઈ તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરાઈ છે.
15 જૂને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી
બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે.
હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
12 અને 13 જૂને ભારે વરસાદની શક્યતા
12 જૂને અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે.
13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે.
14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે.
15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.