જયેન્દ્ર ભોઇ/સહેરા : ભાઈ બહેનના પવિત્ર સબંધને કલંક લગાડનાર, માનવતાને પણ શર્મશાર કરતી અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યાં એક કૌટુંબિક ભાઈએ પોતાની ફૂલ જેવી ૭ વર્ષની માસૂમ બહેન પર હેવાનીયતની હદ વટાવતા પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોરાકી ઝેરની અસરથી એક જ પરિવારના 7 લોકોની સ્થિતિ કથળી, 3નાં મોત નિપજ્યાં


પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામમાં કુટુંબી પિતરાઇ ભાઈએ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરા તાલુકાના એક ગામમાં રહેતા દંપતી ગત રવિવારના રોજ સવારે કામ અર્થે માટે બહાર ગયા હતા. તેઓના સંતાનો ઘરે હતા, ત્યારે બપોરના સમયે તેમના ફળિયામાં જ રહેતો 24 વર્ષીય રમેશ ત્યાં આવી પહોંચ્યો હતો અને 7 વર્ષીય પોતાની કુટુંબી પિતરાઇ બહેનને જણાવ્યું હતું કે, ચાલ મારા ઘરે ખેતરમાં ખાતર મૂકવાનું છે, આથી બાળ સહજ 7 વર્ષીય બાળકી તેની સાથે ચાલી નીકળી હતી. ઘરના એકાંતમાં કુટુંબી પિતરાઇ રમેશનો વાસનાનો કીડો સળવળતાં ફૂલ જેવી બાળકીને પિંખી નાખીને દુષ્કર્મ આચર્યું હતું.


AHMEDABAD: ધેર્યરાજ જેવી જ ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે, દેશનાં નાગરિકોને કરી મદદની અપીલ


દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ ઇસમે બાળકીને 10 રૂપિયા આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. સાંજે 5 વાગ્યે તેણીની માતા આવતા ફૂલ જેવી બાળકી ખાટલામાં કણસતી ગોદડી ઓઢીને સૂતી હતી. જેથી બીજી દીકરીને પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે, બહેનને ગુપ્ત ભાગેથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે, જેથી ગોદડી હટાવી જોતા માતા ચોંકી ઉઠી હતી. કારણ ફૂલ જેવી માસૂમ બાળકીના ગુપ્ત ભાગે સતત રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આવું થવાનું કારણ પૂછતાં ડરી ગયેલી બાળકીએ ધ્રુજતા અવાજે બનેલી ઘટનાની પૂરી કેફિયત રજૂ કરી હતી. જે સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.


તમારૂ બાળક આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઇ તો નથી ગયું ને? આયા રાખતા પહેલા રહેજો સાવધાન


દુષ્કર્મના પગલે માસૂમ બાળકીની હાલત એટલી કફોડી થઈ ગઈ હતી કે, ત્રણ દિવસ સુધી બાળકીને રક્તસ્ત્રાવ બંધ થયો નહોતો. પરંતુ,સમાજમાં બદનામી અને ઈજ્જત જવાની બીકે પરિવાર દ્વારા આ હકીકત છુપાવામાં આવી હતી, પરંતુ,બુધવારના રોજ બાળકીના પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા. જેથી તેઓ તાત્કાલિક શહેરા પોલીસ સ્ટેશનમાં આવી બળાત્કારી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી.


ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી રાવલનું મોત, તબીબની બેદરકારીનો પરિવારનો આક્ષેપ


બાળકીને સૌ પ્રથમ શહેરા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ચકચારી ઘટનાને પગલે ખોબલા જેવા ગામમાં અને પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. પોલીસે બનાવની ગંભીરતા જોતા ગણતરીના કલાકોમાં જ બળાત્કારી આરોપી ને ઝડપી પાડી કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાર્યવાહી બાદ ધરપકડ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube