ભુજ : ગુજરાત અને ખાસ કરીને કચ્છ જાણે કે ડ્રગ્સ અને રક્તચંદનની દાણચોરીનું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કચ્છમાંથી વારંવાર પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાતી જ રહે છે. અત્યાર સુધી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો ત્યારે હવે ડીઆરઆઇ દ્વારા દરોડા પાડીને મુંદ્રા પોર્ટ પરથી રક્ત ચંદન ઝડપી લેવાયું છે. નોઇડાથી રેલવે માર્ગે માલ મુંદ્રા પોર્ટ પર પહોંચ્યો હતો. કન્ટેનરમાં પેક કરીને આ રક્ત ચંદનની દાણચોરી કરવાનો પ્લાન હતો. 20 ફુટના કંટેનરમાં આ ચંદન પેક કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળીની જ્વાળાને આધારે જાણો કેવું રહેશે આગામી વર્ષ: અંબાલાલ પટેલ કરી ભયાનક આગાહી


કંટેનરમાં કુલ 11 ટનથી વધારે માત્રામાં ચંદન ઝડપાયું છે. ટ્રેક્ટરના સ્પેરપાર્ટ હોવાનું જણાવીને આ રક્ત ચંદનની હેરાફેરી કરવાની ફિરાકમાં હતા દાણચોરો. આ રક્ત ચંદનની બજાર કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે હોવાનું પ્રાતમિક તપાસમાં સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર CFS માં ગાંધીધામ DRI દ્વારા દરોડા પાડીને ચંદન ઝડપી લેવામાં આવ્યું હતું. ડીઆરઆઇની સતર્કતાને કારણે સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. હાલ તો ડીઆરઆઇ દ્વારા આ ભેજાબાજ દાણચોરોને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 53 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


અત્રે ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરી 2022 ના દિવસે પણ ચંદન પકડાયું હતું.  ચોખાની આડમાં લઈ જવાતા લાલ ચંદનની દાણચોરીનો પર્દાફાશ થયો છે. DRI એ બુધવારે મોડી રાત સુધી તપાસ કરી રક્ત ચંદનના 177 લોગ્સ કબ્જે કર્યા છે. કુલ 5.4 ટન લાલ ચંદનની દાણચોરી ઝડપાઈ છે, જેની આંતરરાષ્ટ્રી બજારમાં 3 કરોથી વધુની કિંમત છે. લુધિયાણાથી આવેલું કન્સાઈમેન્ટ દુબઈ જવાનું હતું, તે પહેલા જ પકડાયુ હતું. આ વાતની સ્યાહી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર રક્તચંદન ઝડપાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube