અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો શું ત્રણ વર્ષ બંધ રહેશે? જાણો વાયરલ થયેલા અહેવાલની હકીકત
સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, st નિગમ, ગ્રામપંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. આજે અંબાજી મંદિરના અધિક કલેકટર કૌશિક મોદીએ સ્થાનિક પત્રકારોને પણ અંબાજીના વિકાસને લઇ માસ્ટર પ્લાન અંગે માહિતગાર કર્યા હતા.
ઝી બ્યુરો/અંબાજી: શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. યાત્રિકોને વધુ સુખાકારી માટે અંબાજીની પ્રવિત્રતાને લઇ મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરીડોર, ચાચરચોક, વિસ્તૃતિકરણ તેમજ અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય આપી રહ્યું છે. જેને લઇ આ કામગીરીમાં નડતર રૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડીમોલેશન કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે.
અંબાલાલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ સિસ્ટમ ગુજરાતમાં લાવશે સૌથી મોટો પલટો
સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, st નિગમ, ગ્રામપંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. આજે અંબાજી મંદિરના અધિક કલેકટર કૌશિક મોદીએ સ્થાનિક પત્રકારોને પણ અંબાજીના વિકાસને લઇ માસ્ટર પ્લાન અંગે માહિતગાર કર્યા હતા. જેમાં સૌપ્રથમ હોલીડે હોમ ની જગ્યા એ સર્કલ બનાવી ને ત્યાં થી ગબ્બર તળેટી સુધી શક્તિ કોરીડોર અને એકાવન શક્તિપીઠ સર્કલ થી સંસ્કૃત પાઠશાળા સુધી વાહનો માટે અંડર ગ્રાઉન્ડ રસ્તા ની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેજ માં શરુ થશે.
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર; PM કિસાનમાં ડિસેમ્બર મહિનાનો હપ્તો જોઈતો હોય તો...
જોકે અંબાજીના વિકાસની કામગીરીને લઇ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મહામેળો ત્રણ વર્ષ સુધી બંધ રહેશે તેવી વાતનું ખંડન કરતા તેને માત્ર અફવા ગણાવી હતી. મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે, જરૂર પડશે તો તેને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ મેળો ચાલુ જ રખાશે તેમ જણાવાયુ હતું.
લોકોને ઘરમાં રહેવા સૂચના! 90 કિ.મીની ઝડપે અહી ત્રાટકશે, ગુજરાતમાં કેટલે સુધી થશે અસર