એ હાલો...આવી ગયા યુનાઈટેડ વેના પાસ, દુનિયાના નંબર-1 ગરબામાં એક દિવસ હિલોળે ચઢવાના હજારો રૂપિયા
હવે તો નવરાત્રી આવી રહી છે. તેવામાં ગરબા આયોજકોએ રજિસ્ટ્રેશન શરૂ કરતાં જ હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ ગરબા રમવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે.
ઝી બ્યુરો/વડોદરા: વડોદરાના ગરબા વિશ્વમાં પ્રખ્યાત છે, વડોદરાવાસીઓ દરેક તહેવારમાં ગરબા રમવાનું નથી ભૂલતા, ત્યારે હવે તો નવરાત્રી આવી રહી છે. તેવામાં ગરબા આયોજકોએ રજિસ્ટ્રેશન શરૂ કરતાં જ હજારોની સંખ્યામાં ખેલૈયાઓએ ગરબા રમવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. વડોદરા અને ગરબા બંને એક બીજાના પર્યાય છે, ત્યારે વડોદરા વાસીઓ નવરાત્રીના દોઢ મહિના અગાઉથી જ ગરબાના તાલે ઝૂમવા માટે થનગની રહ્યા છે. તો સાથે જ ગરબા આયોજકો દ્વારા પણ નવરાત્રીના આયોજનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે ખેલૈયાઓ દ્વારા દોઢ મહિના અગાઉથી જ ગરબા રમવા માટેની નોંધણી કરાવી દેવામાં આવી છે.
ઓગસ્ટ એન્ડનો જે વરસાદ હશે તે આ વિસ્તારોમાં ખૂબ ભારે રહેશે! ઘાટાં વાદળો ડરામણો માહોલ
15 ઓગસ્ટથી શરૂ થયેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં માત્ર છ જ દિવસમાં 5000થી વધુ ખેલૈયાઓએ ગરબાના પાસ માટે નોંધણી કરાવી દીધી છે. તો સાથે જ ખૈયાઓએ ચણિયાચોળી કેડિયું સહિત નવરાત્રી લક્ષી સામગ્રીની પણ ખરીદી શરૂ કરી દીધી છે. ખેલૈયાઓનો ઉત્સાહને જોતા ગરબા આયોજકો પણ ગરબા પ્રેમીઓને અત્યાધુનિક સુવિધા પૂરી પાડવા માટે કામે લાગી ગયા છે. વડોદરા શહેરના ગરબા દેશ દુનિયામાં વખણાય છે ત્યારે આ વર્ષે વડોદરા વાસીઓને કઈક નવું આપવાના નેમ સાથે ગરબા આયોજકો પણ મેદાને ઊતરી ગયા છે. ચાલુ વર્ષે ગરબાના પાસની કિંમતમાં કોઇ વધારો કરાયો નથી.
વિજય સુવાળાએ ગેંગ બનાવીને ભાજપના નેતા પર કર્યો હુમલો; ગાડીઓ સાથે આખો વિસ્તાર બાનમાં
પાસના કિંમતની વાત કરીએ તો…
યુનાઇટેડ-વે ગરબા દ્વારા
- પુરુષ પાસના 18 ટકા GST સાથે 4926 રૂપિયા છે
- જ્યારે મહિલા પાસના - 1175 રૂપિયા છે
Astro Tips: આ અદ્ભુત સંકેત મળે તો સમજી લેવું ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી
વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) દ્વારા
- પુરુષ પાસના - 2500 રૂપિયા
- એમ એસ યુનિ.ના વિધાર્થી માટે - 2000 રૂપિયા છે
જ્યારે મહિલા પાસના - 300 રૂપિયા અને
એમ એસ યુનિ.ની વિધાર્થીનીઓ માટે - 250 રૂ. પાસના છે.