ઓગસ્ટ એન્ડનો જે વરસાદ હશે તે આ વિસ્તારોમાં ખૂબ ભારે રહેશે! ઘાટાં વાદળો ડરામણો માહોલ ઉભો કરશે
Paresh Goswami predicts rain: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા પર ગુજરાતમાં પડનાર વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે સક્રિય થતા બે સિસ્ટમ ગુજરાત પર આવશે. જેનાં કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય જોવા મળી રહ્યા છે. અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઇ રહ્યુ છે તે ઓગસ્ટના છેલ્લા વીકમાં વરસાદના રૂપમાં અસર કરશે. આ સાથે અરબ સાગરમાં કરંટ છે, રાજસ્થાન અને પાકિસ્તાન પરથી આ સાયક્લોનિક સરક્યુલેશન પસાર થઇ રહ્યુ છે. જેના કારણે 21 ઓગસ્ટ સુધીમાં વરસાદ પડવાનો છે. આ વરસાદ સૌથી વધારે ઉત્તર ગુજરાત, કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘણી અસર જોવા મળશે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા, આ સાથે પાકિસ્તાન અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાં જોવા મળશે અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાં નોંધાવવાની શક્યતા છે. આગામી ચાર દિવસમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં છોટાઉદેપુર અને પંચમહાલના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં ભારે ઝાપટાં નોંધાશે. ઉપરાંતના વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા ઝાપટાં નોંધાઇ તેવી શક્યતા છે. કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ચાર દિવસ હળવાથી સામાન્ય ઝાપટાં નોંધાતા રહેશે. કોઇક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં નોંધાશે.
અંબાલાલ પટેલે પણ વરસાદ માટે કરી દીધી છે ઘાતક આગાહી. આગામી 7 દિવસ એટલેકે, આગામી સપ્તાહ ગુજરાત પર હેવી રેઈન ફોલ સિસ્ટમ સક્રિય રહેશે. જેને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જાણો કયા જિલ્લાઓમાં થઈ શકે છે વધારે અસર. એક તરફ હવામાન વિભાગની આગાહી અને બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી...આ વખતે તો ગુજરાતનું આવી બન્યું સમજો. આ સપ્તાહ એટલકે, આગામી સાત દિવસ ખરેખર સાચવી લેજો...
આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદી સિસ્ટમ એક્ટીવ રહેશે. જેને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સમુદ્રમાં સક્રિય થઈ ગયું છે વરસાદ માટેનું સાયક્લોનિક સર્ક્યુલેશન. જેને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત પર મંડરાઈ રહ્યો છે ભારેથી અતિભારે વરસાદનો ખતરો. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પડશે ભારે વરસાદ. યુનિયન ટેરેટરી ગણાતા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં 21 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ આવશે. નવો રાઉન્ડ રાજ્યમાં સારો વરસાદ લાવી શકે છે. જરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો નથી. કેટલીક જગ્યાએ જરૂર છૂટોછવાયો વરસાદ જરૂર પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી.
અંબાલાલની આગાહી
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આગામી આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે.
તેમણે એમ પણ કહ્યું કે 24 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ
ગુજરાતમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના લીધે વરસાદની ઘટ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 33માંથી 20 જિલ્લામાં વરસાદની અછત છે, જેમાંથી 13 જિલ્લામાં 20 ટકા કરતા વધુ વરસાદની અછતના હોવાથી ઓરેન્જ અલર્ટમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23 ટકા વરસાદની ઘટ છે.
Trending Photos