જામનગર: એમપી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગના કિસ્સામાં બે વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ
જામનગરની વિખ્યાત એમપી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની ચકચાર જગાવનારી ઘટનામાં આજે આખરે રેગિંગનો ભોગ બનેલ વિદ્યાર્થી દ્વારા બે સિનિયર વિદ્યાર્થીઓ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. હવે સમગ્ર ઘટનાને લઈને એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ પોલીસ પણ આ મામલે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરશે. જ્યારે રેગિંગની ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ હવે નવો વળાંક આવ્યો છે.
મુસ્તાક દલ/જામનગર : જામનગરની વિખ્યાત એમપી શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની ચકચાર જગાવનારી ઘટનામાં આજે આખરે રેગિંગનો ભોગ બનેલ વિદ્યાર્થી દ્વારા બે સિનિયર વિદ્યાર્થીઓ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. હવે સમગ્ર ઘટનાને લઈને એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ પોલીસ પણ આ મામલે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરશે. જ્યારે રેગિંગની ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ હવે નવો વળાંક આવ્યો છે.
જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલા મામલામાં ખરેખર વિદ્યાર્થીનું રેગિંગ થયું છે કે, નહીં તે હવે મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે. જામનગર શહેરના નદીપા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગના વ્યવસાય સાથે સંકળાયેલ મધ્યમ વર્ગનાં પરિવારના પુત્ર પર રેગિંગની ઘટના થતા. હવે આજે જામનગરના સિટી બી ડિવિઝનમાં આખરે બે સિનિયર વિદ્યાર્થીઓ ધવલ નાંધા અને નયન કરમટા વિરુદ્ધ પોલીસ ફરિયાદ રેગિંગનો ભોગ બનેલા પાર્થ રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવી છે.
આગકાંડ: સુરત કોર્ટે ચાર આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
પોલીસ ફરિયાદમાં પાર્થ દ્વારા ઉલ્લેખ કર્યો છે કે, સિનિયર દ્વારા તેને માર મારી તેમજ તેનો સામાન બહાર ફેંકી દઇ અને જાનથી મારી નાખવા સહિતની ધમકીઓ આપવામાં આવી છે. ગઇકાલે જિલ્લા કલેકટરે પણ પિડિતની મુલાકાત લીધી હતી. જુનિયર વિદ્યાર્થીને સિનિયર વિદ્યાર્થીઓએ માર્યો હતો ઢોર માર મારવાની રેગિંગની ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ થતા જામનગરમાં ચકચાર મચી જવા પામી છે. જો કે એન્ટી રેગિંગ કમિટી દ્વારા પણ તપાસનો દોર તેજ કરાયો છે. જ્યારે ભોગ બનેલ વિદ્યાર્થીએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ ફરિયાદની સમગ્ર ઘટનાને લઇને નાયબ જિલ્લા અધિક્ષકે વિગતો આપી હતી.