ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહતના સમાચાર છે. કોરોના મહામારીને લઇ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ATKT ધરાવનાર વિદ્યાર્થીઓને પણ ગુજરાત યુનિવર્સિટી મેરીટ બેઝ પ્રમોશન આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં યુનિવર્સિટીના 2 અને 4 સેમેસ્ટરમાં ATKT ધરાવતા વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન અપાશે. ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન 2 અને 4 સેમેસ્ટર ATKT પરીક્ષા માટે પરીક્ષા ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓને આનો લાભ મળશે.


ગુજરાત યુનિવર્સિટીએ BScની પ્રવેશ પ્રક્રિયા શરૂ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા BScમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દર વર્ષે કોલેજમાંથી PINનું વિતરણ થતું હતું પરંતુ કોરોના મહામારીના કારણે ઓનલાઇન PIN આપવાની વ્યવસ્થા કરાઇ છે. પરંતુ ઓનલાઇન આ PIN મેળવવામાં અનેક છબરડા હોવાથી વિદ્યાર્થીઓને મૂશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા ફી ભરવા છતાં PIN જનરેટ ન થતો હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. કેટલાક વિદ્યાર્થીઓએ તો 4-4 વખત ફી ભર્યા બાદ પણ તેમને PIN નથી મળ્યો.