વતન વાસપીની જેમ ધર્મ વાપસી, 70 હિન્દુ પરિવારોને હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા
ગુજરાત (Gujarat) માં મોટાપાયે ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટમાં હિન્દુ ધર્મના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પલટો (religion conversion) કરાવવાનો મોટાપાયે વિરોધ ઉઠ્યો છે. ત્યારે વર્ષના અંતિમદિવસે ડાંગ જિલ્લામાં અગ્નિવીર હિન્દૂ ધર્મ જાગરણ સંસ્થા દ્વારા 70 જેટલા પરિવારોનું હિન્દુ સંસ્કૃતિ (Hinduism) દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્નેહલ પટેલ/ડાંગ :ગુજરાત (Gujarat) માં મોટાપાયે ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટમાં હિન્દુ ધર્મના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પલટો (religion conversion) કરાવવાનો મોટાપાયે વિરોધ ઉઠ્યો છે. ત્યારે વર્ષના અંતિમદિવસે ડાંગ જિલ્લામાં અગ્નિવીર હિન્દૂ ધર્મ જાગરણ સંસ્થા દ્વારા 70 જેટલા પરિવારોનું હિન્દુ સંસ્કૃતિ (Hinduism) દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના છેવાડાના ડાંગ જિલ્લામાં 40 % થી વધુ આદિવાસી લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચર્ચમાં જઈને હિન્દુ સંસ્કૃતિને ભૂલી રહ્યાં છે. આવા સમયે છેલ્લા 5 વર્ષથી અગ્નિવીર સંસ્થા દ્વારા જંગલ વિસ્તારમાં વસતા વનવાસી લોકોને સનાતન ધર્મ અને સંસ્કૃતિ અંગે માહિતી આપી ભજન, પૂજન અને હવન કાર્ય કરવા તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ધર્માતરણને લઇને વિવાદોમાં રહેતા ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 5000 થી વધુ લોકોને ઘરવાપસી કરાવી છે. 31 ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસે પણ સુબિર તાલુકાના પાંઢરમાળ ગામે વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળનાર 70 જેટલા પરિવારનેને વૈદિક દીક્ષા આપી હિન્દૂ ધર્મ વિશે માહિતી આપી હવન પૂજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મોટા ઘરના નબીરાઓને દારૂની મહેફિલ કરવી ભારે પડી, વલસાડ પોલીસે છાપો માર્યો
આ વિશે અગ્નિવીર સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પુરોહિતે જણાવ્યું કે, વઘઈ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઝાવડા, કાલીબેલ, બરડીપાડાના આદિવાસી વિસ્તારમાં મોટીસંખ્યામાં લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. આવા પરિવારોને અમે સમજાવીને પુન સ્વધર્મમાં લાવીએ છીએ. શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધિકરણ કરીને તેમની સનાતન હિન્દુ ધર્મમાં વાપસી કરાવાય છે. આજના કાર્યક્રમમાં સામેલ થયેલા દંપતી 10 થી 20 વર્ષથી ખ્રિસ્તી ધર્મ પાળતા હતા.