પરખ અગ્રવાલ/અંબાજી :કોરોનાના બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હવે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. આજે અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં બે વર્ષના વિરામ બાદ તારીખ 5 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર અંબાજી ભાદરવી પૂનમના મેળા અંગેનુ પ્લાનિંગ કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલીવાર લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે 
આ વિશે જિલ્લા કલેકટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યુ કે, શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો મહામારી કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તારીખ 5 થી 10 સપ્ટેમ્બર 2022 ના છ દિવસ દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ વર્ષે શ્રદ્ધાળુઓની ભક્તિને ધ્યાનમાં રાખીને મેળા દરમિયાન મંદિર દર્શનનો સમય વધારી દેવાશે. વહેલી સવારે-5. 00 વાગ્યાથી આરતીનો લાભ લઇ શકાશે. મેળાની વ્યવસ્થા જાળવવા 28 જેટલી સમિતિઓની રચના કરાઈ છે. 51 શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. 


આ પણ વાંચો : હવે કોરોનાના ફેલાવાથી કોઈ નહિ રોકી શકે, લોકમેળામાં લાખોની મેદનીમાં આવશે એનું શું!
 
અંબાજીમાં ખાસ બંદોબસ્ત ગોઠવાશે
તંત્ર દ્વારા એડવાન્સમાં મેળાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળા માટે સલામતી, કાયદો અને વ્યવસ્થા સમિતિ સહિત જુદી જુદી -28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. અંબાજીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે ડ્રોન કેમેરા, બોડી વોર્ન અને CCTV કેમેરાથી વોચ રખાશે. અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે.