એક રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 12 હજાર, SVP હોસ્પિટલના બ્રધર સહિત 3 શખ્સોની ધરપકડ
કોરોના મહામારીના (Corona Epidemic) કહેર વચ્ચે એક પછી એક મહાનગરોમાંથી કોરોના દર્દીઓ માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir Injection) કાળાબજારીનું કૌભાંડ સામે આવી રહ્યું છે
મૌલિક ધામેચા/ અમદાવાદ: કોરોના મહામારીના (Corona Epidemic) કહેર વચ્ચે એક પછી એક મહાનગરોમાંથી કોરોના દર્દીઓ માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir Injection) કાળાબજારીનું કૌભાંડ સામે આવી રહ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો (Black Market) પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ત્રણ શખ્સો સાથે 9 ઇન્જેક્શન સહિત 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વડોદરા બાદ અમદાવાદમાં (Ahmedabad) રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે SVP હોસ્પિટલના (SVP Hospital) બ્રધર સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેઓ ગેરકાયદે ઇન્જેક્શન મેળવી બજાર કિંમત કરતા વધુ ભાવે વેચાણ કરતા હતા. ક્રાઇમ બ્રાંચે ત્રણેયે શખ્સો પાસેથી 9 રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) કબજે કર્યા છે.
આ પણ વાંચો:- રાજ્યમાં રેકોર્ડ બ્રેક મોતનો આંકડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 7 હજારને પાર
આરોપી અક્ષર વાજા SVP હોસ્પિટલમાં બ્રધર તરીકે નોકરી કરે છે. આરોપી અક્ષર રાજસ્થાનના એક વ્યક્તિ પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવતો હતો અને અક્ષર 1 રેમડેસિવિર ઇન્જેક્શનનું 12 હજાર રૂપિયામાં વેચાણ કરતો હતો. જો કે, ક્રાઇમ બ્રાંચે 9 ઇન્જેક્શન સહિત 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો:- Exclusive: સિવિલ કોવિડ કેર સેન્ટરમાં પહોંચી ZEE 24 કલાકની ટીમ, જાણો શું છે દર્દીઓની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરી લાખો રૂપિયાની કમાણી કરવાના કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પીસીબી પોલીસે ઇન્જેક્શનની કાળાબજારી કરતાં ડોકટર અને મેલ નર્સની ધરપકડ કરી હતી. જેમને પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube