Exclusive: સિવિલ કોવિડ કેર સેન્ટરમાં પહોંચી ZEE 24 કલાકની ટીમ, જાણો શું છે દર્દીઓની સ્થિતિ

રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો હોય તેમ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે

Exclusive: સિવિલ કોવિડ કેર સેન્ટરમાં પહોંચી ZEE 24 કલાકની ટીમ, જાણો શું છે દર્દીઓની સ્થિતિ

અતુલ તિવારી/ અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો હોય એમ 2 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેને લઇને અમદાવાદની સિવિલ હોસ્પિટલના 1200 બેડના કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ દર્દીઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અને દર્દીઓને કેવી સારવાર મળે છે તે અંગે ZEE 24 કલાકની ટીમે જાણવાનો પ્રસાય કર્યો હતો.

એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડનું કોવિડ કેર સેન્ટર છેલ્લા ત્રણ દિવસથી હાઉસફૂલ જોવા મળી રહ્યું છે. ત્યારે ZEE  24 કલાકની ટીમ આ દર્દીઓ વચ્ચે પહોંચી અને તેમની સાથે અને હોસ્પિટલના ડોક્ટરો સાથે ખાસ વાતચીત કરી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, દર્દીઓને કેવા પ્રકારની સારવાર અને કેવી સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે આ મામલે હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓનું કહેવું છે કે, હોસ્પિટલ સ્ટાફના કર્મચારીઓ સતત અમારી સારી સેવા કરી રહ્યા છે. અમને સમયસર જમવાનું, દવા તેમજ જરૂરી સારવાર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ આપી રહ્યો છે. સિવિલમાં કોરોનાની સારવાર લઈ રહેલા તમામ દર્દીઓએ તેમને મળી રહેલી સારવાર અને સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

જો કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો અને હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો અંગે સવાલ પૂછતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, હાલ આપણે A4 વોર્ડમાં ઉભા છીએ અને અહીં 60 ઓક્સિજન બેડ છે. આજે કેટલાક દર્દીઓને સાજા થયા બાદ રજા આપીએ છીએ. અમે અહીંયા સવારે અને સાંજે બંને ટાઈમ રાઉન્ડ મારીએ છીએ. અહીં જે પણ દર્દી સારવાર લઈ રહ્યા છે તેમનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને અહીંથી જે દર્દીઓ સારવાર લઈને જઈ રહ્યા છે. તમે કોઈપણ દર્દીને પૂછી શકો છો એમને જે સુવિધા મળી રહી છે. અહીં જે ફૂડ આપવામાં આવે છે. અમારા 56 જેટલા હેલ્થ વર્કર અને ડોક્ટર પોઝિટિવ થયા છે. તેમ છતાં અમે અહીં ખડેપગે છીએ.

તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી રહી છે. આખા અમદાવાદમાં કોઇપણ જગ્યાએ કોઇપણ એમ્બ્યુલન્સના દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી તે તમામ દર્દીઓને અહીં થોડી રાહ જોવી પડે છે પરંતુ અમે તમામને અહીં દાખલ કરી તેમને સારવાર આપી રહ્યા છીએ. અમારા નર્સિંગ સ્ટાફ સહિત તમામ લોકો દર્દીઓની સારવારમાં ધ્યાન આપી રહ્યા છે અને ખુબ જ સારી રીતે કામ કરી રહ્યા છે.

ડોક્ટર જે.પી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ઉચ્ચ સ્તરે જ્યાં રજૂઆત કરવાની હતી તે બધી જ જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે. અમે અમારી હાઇએસ્ટ કેપિસિટીમાં કામ કરી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષથી અમારી આખી જે યંગ બ્રિગેડ છે તે આ કાર્યમાં સતત કાર્યરત છે અને એકદમ જુસ્સાથી કામ કરી રહી છે. ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. અગાઉ પણ કહ્યું હતું અને આંકડાકીય જે માહિતી છે તે બધી જ આપી દીધી છે. 

અમે અહીં ડબલ કેપિસિટીથી કામ કરી રહ્યા છીએ. જે મંજુશ્રી હોસ્પિટલ છે અમારી તે પણ અમે લીધી છે. ત્યાં પણ 350 થી વધુ દર્દીઓ દાખલ છે અને જે કોવિડ સહાયક તેમજ નર્સિંગ સ્ટાફ છે તેમના દ્વારા આખી હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. ડોક્ટરો પણ અમારા ત્યાં છે. કોવિડમાં 24/7 કામ કરવું પડે છે. સિફ્ટ પ્રમાણે કામ કરી રહ્યા છીએ અને એકપણ દિવસનો રેસ્ટ લીધા વગર કાર્યરત છીએ.

એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે એક જ ગુરૂ મંત્ર છે કે, તમામ દર્દીઓની સારવાર કરી અને તેને અનુલક્ષીને અમે કામ કરતા આવી રહ્યા છીએ. અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે દર્દીઓને ક્યાંકને ક્યાંક જગ્યા મળે, તેના માટે અમારું મહત્મ પ્રેશર ડિસ્ટાર્જ અને ટ્રાન્સફર ઉપર છે. અમારી મંજુશ્રી હોસ્પિટલને 3 થી 4 દિવસ થયા શરૂ કરે. ત્યાં 400 બેડની કેપિસિટી છે અને લગભગ 80 ટકા સુધી ફુલ કરી નાખી છે.

અમે સરકારના જે આદેશો છે તેને સર આંખો પર રાખી તેને તરત ફલીત કરીએ છીએ. જે અન્ય જગ્યા હોય કદાચ ત્યાં ન થતું હોય. અમારી પાસે એક જ મુદ્દો છે કે સરકારને જે જોઇએ છે અમે તે પ્રોવાઈડ કરીએ. ગુજરાતની પબ્લિકને કોઈ અગવડ પડે નહીં. અમે સ્ટ્રેચ કરીએ છીએ અમારી જાતને પણ એ સાથે ડાયનામિક પ્રોશેસ છે ડિસ્ચાર્જની. અમે ડિસ્ચાર્જ પર પ્રેશર રાખી ડિસ્ચાર્જ કરતા આવ્યા છીએ. મહત્મ જેટલા પણ દર્દીઓ સાજા થઈ ગયા હોય અને તેમની હેલ્થ કોમ્પ્રોમાઈઝ ના થયા એવી સ્થિતિમાં હોય એટલે તરત જ ડિસ્ચાર્જનો ટેગ મારી દઈએ છીએ. જેથી તેઓ તરત જ ડિસ્ચાર્જ થઈ જાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news