અતુલ તિવારી, અમદાવાદઃ  રાજ્યભરમાં 15 જુલાઈ એટલે કે ગુરૂવારથથી ધોરણ 10 અને 12ના રીપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ધોરણ 10ની 34,721 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12ની 18,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં ધોરણ 10 અને 12 ના કુલ 53,369 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં ધોરણ 10 અને 12ના 30,868 અને અમદાવાદ ગ્રામ્યમાં 22,501 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અમદાવાદ શહેરમાં આવેલી 7 ઝોનની 108 શાળાઓમાં ધોરણ 10ના 19,531 વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયોની પરીક્ષા આપશે.


અમદાવાદ શહેરમાં ધોરણ 12ના કુલ 11,337 વિદ્યાર્થીઓ માટે 32 શાળાઓમાં કરાઈ છે પરીક્ષાની વ્યવસ્થા. અમદાવાદ શહેરમાં ધોરણ 12 કોમર્સના 9,598 વિદ્યાર્થીઓ માટે 24 શાળાઓ જ્યારે સાયન્સના 1,739 વિદ્યાર્થીઓ માટે 8 શાળાઓ ફાળવવામાં આવી છે.


આ પણ વાંચોઃ હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં મળશે બે વિકલ્પ, જાણો તમામ વિગત


અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10 ની પરીક્ષા 4 ઝોનમાં 86 પરીક્ષા કેન્દ્ર પર 15,190 વિદ્યાર્થીઓ આપશે. ધોરણ 12ના 7,311 વિદ્યાર્થીઓ અમદાવાદ ગ્રામ્યની 23 શાળાઓમાં પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્યમાં સામાન્ય પ્રવાહ માટે 18 શાળાઓ જેમાં 6,291 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.


1,020 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સની પરીક્ષા અમદાવાદ ગ્રામ્યની 5 શાળાઓમાં આપશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષા યોજાશે, એક વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તમામ માટે માસ્ક ફરજિયાત રહેશે.


આ પણ વાંચોઃ પેરા-સ્પોર્ટ્સમાં મેડલ જીતનાર દિવ્યાંગ રમતવીરોને સરકારી નોકરી મળશે, વિજય રૂપાણીની જાહેરાત


ધોરણ 10 ની પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1.20 સુધી જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધી લેવાશે. ધોરણ 12 કોમર્સ માટે જુદા જુદા વિષયોની પરીક્ષા બે તબક્કામાં લેવાશે, જેમાં પ્રથમ તબક્કામાં પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1.20 વાગ્યા સુધી જ્યારે બીજા તબક્કાની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે


પરીક્ષાના એક દિવસ અગાઉ એટલે 14 જુલાઈએ બપોરે વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જે તે શાળામાં જઈ જોઈ શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube