ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના એક અધ્યાપકે આજીડેમ પાસે ભરાતી રવિવારી બજાર પર વિશ્લેષણ કરતું રિસર્ચ પેપર તૈયાર કર્યું છે. રવીવારી બજાર પર તૈયાર કરવામાં આવેલા રીસર્ચ પેપર મુજબ, મહિનામાં માત્ર 4 રવિવારે ભરાતા આ બજારનું અંદાજીત 12 કરોડનું ટર્નઓવર હોવાનું સામે આવ્યું છે. જે લધુઉદ્યોગ સાહસિકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે. આ બજારમાં ટ્રાન્સપોર્ટેશન માટે 800 થી વધું છકડા અને ઓટો રીક્ષા ઉપલબ્ધ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMના હોમ ટાઉનમાં આ સાંસદે સામેથી કહ્યું; 'મારી ઉંમર થઈ, ચૂંટણીમાં યુવાનોને તક આપો'


રવિવારી બજાર પર રીસર્ચ કરનાર ડો. હિરેન મહેતાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે, રવિવારી બજાર રાજકોટ-ભાવનગર રોડ પર આજીડેમ નજીક આવેલી છે. છેલ્લા 40 વર્ષ થી રાજકોટમાં રવિવારી બજાર ભરાઇ છે. જેમાં અંદાજીત 2700 જેટલા નાના વેપારીઓ (માઇક્રો એન્ટરપ્રિનીયર) વેપાર કરે છે. દર રવિવારે અંદાજીત 5 થી 7 કરોડનું ટર્નઅવર ધરાવતી આ બજાર માસિક 12 કરોડ કરતા વધુનું ટર્નઅવર ધરાવે છે. 7.50 લાખ ધનચોરસ મીટર વિસ્તારમાં રવીવારી બજાર ફેલાયેલી છે.


'આ વખતે ગુજરાતમાંથી કોંગ્રેસના મૂળિયા ઉખેડીને આ શંભુ મેળાને ગિરનાર મોકલી દઈશું' 


એક વખત ભાવનગર તરફ શિક્ષણનાં કામે જવાનું થયું હોવાથી રવીવારી બજાર પર નજર ગઇ હતી. જેથી તેના પર રીસર્ચ કરવાનો વિચાર આવ્યો હતો. જ્યારે મારા મિત્ર સાથે રવીવારી બજારમાં દુકાન માટે ફર્નિચર ખરીદી કરવા ગયો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે, આ રવીવારી બજાર પર રીસર્ચ પેપર લખવામાં આવે તો રવીવારી બજાર લોકોનાં ધ્યાન પર આવે તેવો ઉદ્દેશ હતો. જેથી 4 મહિનાની મહેનત બાદ રીસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યું હતું. જે રિસર્ચ પેપર UGC કેર લિસ્ટમાં સ્થાન પામ્યું છે.


માત્ર 10 રૂપિયામાં મેળવો જન્મનો દાખલો! ગુજરાતના આ શહેર સાથે જોડાયા મહાકૌભાંડના તાર


કાશ્મિર બાદ ગુજરાતમાં પ્રથમ રીસર્ચ
કાશ્મિરનાં શ્રીનગરમાં ચાલતી રવીવારી બજાર પર વર્ષ 2012માં સ્ટુડન્ટ દ્વારા રીસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યું હતું. જે પ્રાથમિક રીસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીનગરની રવીવારી બજાર પર વિસ્તૃત રીસર્ચ કરવામાં નહોતું આવ્યું. પરંતુ શ્રીનગરની રવીવારી બજાર 20 કરોડનું ટર્નઅવર કરતી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ગુજરાતમાં ડો. હિરેન મહેતા દ્વારા પ્રથમ વખત રવિવારી બજારનું રીસર્ચ વિસ્તૃત રીતે કરવામાં આવ્યું છે. જેમાં ગુગલ મેપીંગ, ડ્રોન વિડીયો, 100 જેટલી પ્રશ્નોતરી, આસપાસનાં એટીએમનો ડેટા, લોકોની અવર-જવર, 7 થી 8 વખત રવીવારી બજારમાં રૂબરૂ જઇને ડેટા એકત્ર કર્યો હતો.


ગુજરાત સરકારની મોટી જાહેરાત : સિદ્ધપુરમાં હવે શ્રાદ્ધ માટે ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે


રવીવારી બજાર ઉદ્યોગ સાહસિકો માટે ઉત્તમ ઉદ્દાહરણ
ડો. હિરેન મહેતાએ જણાવ્યું હતું કે, રવીવારી બજાર સ્ટાર્ટઅપ કરતા વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે ઉત્તમ ઉદાહરણ છે. જેમાં માઇક્રો એન્ટરપ્રિનીયર જે રીતે વેપાર કરે છે તે શિખવા જેવું છે. માઇક્રો એન્ટરપ્રિનીયર પલંગ પર વસ્તુઓ વેંચવી, ખુલ્લી જગ્યા પર વસ્તુઓ રાખી વેંચવી અને ગ્રાહકોને કેવી રીતે આકર્ષવા અને માર્કેટીંગની 4P (પ્રાઇઝ, પ્રમોશન, પ્લેસ અને પ્રોડક્ટ)નું સચોટ ઉપયોગ કરે છે.


કેપ્ટન રોહિતના હાથમાં આ 2 ખેલાડીઓનું ભાગ્ય! કોઈ એકને મળશે Playing 11 માં તક


ગણતરીની કલાકોમાં થઇ જાય છે એટીએમ ખાલી
દર રવીવારે ભરાતી આ બજારની નજીકમાં અંદાજીત 4 થી વધું અલગ-અલગ બેંકનાં એટીએમ મશીનો આવેલા છે. એક એટીએમમાં બેંક દ્વારા 30 લાખની રોકડ નાંખવામાં આવે છે. જેમાંથી સપ્તાહમાં રવિવારે સવાર થી બપોર સુધીમાં સૌથી વધું રોકડ ઉપડે છે. બપોરે 12 થી 1 વાગ્યા સુધીમાં એટીએમ મશીનો ખાલી થઇ જતા હોવાનું જોવા મળ્યું છે.


સુધારી દેજો આ ટેવ...નહીંતર તમારા અંગત જીવનમાં પડશે ડખા, પત્ની જતી રહેશે પિયર


બજારનાં વિવિધ પાસાઓનું વિશ્લેષણ
આ અભ્યાસમાં રાજકોટમાં રવિવારી બજારનાં વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય હેતુ સમાજના આર્થિક વિશ્લેષણનો અભ્યાસ કરવાનો છે. રવિવારી બજાર નાના વેપારીઓ અને નાના ઉદ્યોગ સાહસિકોને રોજગારી પૂરી પાડે છે. આ રિસર્ચ પેપર સ્ટાર્ટઅપમાં જોડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. એટલું જ નહિં લોકલ ફોર વોકલનાં સુત્રને પણ સાર્થક કરે છે.


અમદાવાદ પોલીસે ફરી બદનામી વહોરી! પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, કારમાંથી એવી વસ્તુ મળી


સસ્તી અને ટકાઉ વસ્તુ બજારમાં ઉપલબ્ધ
ડો. હિરેન મહેતાનાં રીસર્ચ મુજબ, રાજકોટની રવીવારી બજારમાં આર્થિક રીતે સધ્ધર પરીવારનાં લોકો પણ ખરીદી કરવા આવે છે. અહીં સેકન્ડ હેન્ડ વસ્તુઓની સાથે નવી વસ્તુંઓનું પણ વેંચાણ થાય છે. જેમાં કપડાં, ફર્નિચર, સાઇકલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ઘર વપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓ, સાજ સજાવટની વસ્તુઓ, એન્ટિક વસ્તુઓ ખૂબ જ સસ્તા દરે લોકોને મળી રહે છે. અહીં પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવે છે.


ભારતનો ખેલાડી ભારત વિરૂદ્ધ જ રમશે! T20 WC-2024 માં જોવા મળી શકે છે આ નજારો


કોણ છે ડો. હિરેન મહેતા
ડો. હિરેન મહેતા બિઝનેશ મેનેજમેન્ટનાં અસોસિએટ પ્રોફેસર છે. છેલ્લા 12 વર્ષ થી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અલગ-અલગ કોલેજોમાં બી.બી.એ અને એમ.બી.એનાં વિદ્યાર્થીઓને બિઝનેશ મેનેજમેન્ટનો અભ્યાસ કરાવે છે. આ ઉપરાંત કોલેજ અભ્યાસ દરમિયાન ડો. હિરેન મહેતાને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો હતો.


UK, બ્રિટન, ઈંગ્લેન્ડમાં શું ફરક છે, IELTS માં પૂછાતા પ્રશ્નનો 90% ખોટા જવાબ આપે છે 


અમેરિકન બેસ્ટ ફેકલ્ટીના એવોર્ડનું પણ બહુમાન પ્રાપ્ત થયું છે. 15થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર, 7 પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમણે EDI (એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ) - અમદાવાદ તેમજ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી (ફાઇનાન્સ) ની ડિગ્રી મેળવેલ છે. તેમણે અમેરિકન કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મેમ્બર તરીકે સેવા આપેલી છે.