માત્ર 10 રૂપિયામાં મેળવો જન્મનો દાખલો! ગુજરાતના આ શહેર સાથે જોડાયા દેશવ્યાપી મહાકૌભાંડના તાર
ઇકો શેરની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર નજીવી રકમ લઈ આ બોગસ જન્મ નું પ્રમાણપત્ર બનાવી આપવામાં આવતું હતુ. જે માત્ર સુરત જ નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના બોગસ જન્મ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા દેશવ્યાપી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. બિહાર ખાતે આવેલ એક ગામમાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કરી શીન્તુ યાદવ નામના શખ્સની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. ઇકો શેરની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર નજીવી રકમ લઈ આ બોગસ જન્મ નું પ્રમાણપત્ર બનાવી આપવામાં આવતું હતુ. જે માત્ર સુરત જ નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના બોગસ જન્મ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે. બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાના આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ની ધરપકડ બાદ નવા ખુલાસા બહાર આવવાની શક્યતા રહેલી છે. જે અંગેની વધુ તપાસ આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો શેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
જન્મનો પ્રમાણપત્ર એ દરેક વ્યક્તિ માટે અતિ મહત્વનો પુરાવો ગણવામાં આવે છે. જન્મના પ્રમાણપત્ર પરથી જ વ્યક્તિની ઓળખ સહિત અન્ય દસ્તાવેજી પુરાવાઓ બનાવવામાં આવતા હોય છે. જે માટેની પણ કેટલીક કાગળોન પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.બાળક જન્મ થાય ત્યારે તેની નોંધણી જે તે હોસ્પિટલ દ્વારા કોર્પોરેશન ,અથવા નગરપાલિકામાં કરવામાં આવતી હોય છે.ત્યારબાદ જ જન્મ પ્રમાણપત્ર મેળવવા માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે. પરંતુ સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો સેલ દ્વારા બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું દેશવ્યાપી મસ્તમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.
આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો સેલના એસીપી વી.કે.પરમારના જણાવ્યા અનુસાર, ઇકો સેલ ને એક ચોક્કસ માહિતી મળી હતી કે, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કચેરી અને કચ્છ મંગવાના ખાતે આવેલ ગ્રામ પંચાયત CHC સેન્ટરના બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે.જે અંગે સંબંધિત વિભાગને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.જે અંગે સુરત મહાનગરપાલિકા ના કમિશ્નર ને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું.પાલિકા કમીશ્નરના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારી અમિત લાભુભાઈ રાખોલિયા દ્વારા આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલમાં ફરિયાદ આપવામાં આવી હતી.
ઇકો શેલની તપાસમાં બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું મસમોટું કૌભાંડ બિહારના ઝાંઝવા ગામેથી શીનટુ યાદવ નામનો શખ્સ ચલાવતો હોવાની હકીકત સામે આવી હતી. જેથી ઇકો શેલ દ્વારા તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.ઇકો શેલ દ્વારા આરોપી શીનટુ યાદવની ધરપકડ કરવા એક ટીમ બિહાર ખાતે મોકલવામાં આવી હતી.જ્યાંથી આરોપીની ધરપકડ કરવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
વધુમાં એસીપી વિરજીતશિંહ પરમારે જણાવ્યું હતું કે,આ એક દેશવ્યાપી બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.જેમાં બિહારના શીનટુ સુરેશ યાદવ દ્વારા ફાસ્ટ પોર્ટલ.ઓનલાઈન,ફાસ્ટપોર્ટલ ડોટ કોમ સહિત અન્ય વેબસાઇટના માધ્યમ દ્વારા અલગ અલગ રાજ્યોના બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે. જે જન્મ પ્રમાણ પત્ર બનાવવા માટે ખૂબ જ નજીવી રકમ વસૂલ કરવામાં આવે છે. ઓનલાઇન વેબસાઈટ ની મદદથી બનાવવામાં આવતા બોગસ જન્મ પ્રમાણપત્ર કેસમાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની આશંકા છે. મુખ્ય માસ્ટર માઈન્ડ શીન્ટુ યાદવ છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. માસ્ટર માઈન્ડ ની ધરપકડ બાદ ક્યાં ક્યાં રાજ્યોના અને આવા કેટલા બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે તેનો ખુલાસો થઈ શકે તેમ છે.
ઇકો સેલના એસીપી વિરજીતસિંહ પરમાર એ જણાવ્યું હતું કે, જન્મનું પ્રમાણપત્ર એ ખૂબ જ અતિ મહત્વનો દસ્તાવેજી પુરાવો ગણવામાં આવે છે. જે તે વ્યક્તિની ઓળખ સહિત અન્ય આધાર પુરાવા જન્મના પ્રમાણપત્ર પરથી જ બનાવવામાં આવતા હોય છે. બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાના દેશવ્યાપી કૌભાંડ અંગે ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. એટલું નહીં પરંતુ આ બોગસ પ્રમાણપત્રના આધારે અન્ય પુરાવા અથવા લોન લઈ છેતરપિંડી પણ આચરવામાં આવી હોઈ શકે છે. જે અંગે પણ હાલ તપાસ કરાઇ રહી છે. ઊંડાણપૂર્વક ની તપાસના અંતે નવા ખુલાસા બહાર આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે