આણંદ : કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરત સોલંકીનો તેમની પત્ની રેશમાં સોલંકી સાથેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. રેશમાં સોલંકી વિદેશથી પરત આવ્યા બાદ ભરત સોલંકીએ ધક્કા મારી ઘરમાંથી કાઢી મુકયાના આરોપ રેશમાં સોલંકી કરી રહ્યા છે. ત્યારે રેશમાં સોલંકીએ ભરત સોલંકી સાથે બોરસદની કોર્ટમાં દાવો દાખલ કર્યા બાદ બોરસદ ખાતે બેવર્લી હિલ્સ ખાતેના બંગલા પર આજે રેશમાં સોલંકીએ કબ્જો જમાવી દીધો છે. તેઓ ક્યારેય ભરત સોલંકીને છૂટાછેડા આપશે નહીં તેમ જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકારણમાં એન્ટ્રી અંગે નરેશ પટેલનું મન મંદિરમાં અને જીવ જુતામાં, મુદ્દતો પાડીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ


કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરત સોલંકી અને તેમના પત્ની રેશમાં સોલંકી વચ્ચેનો ઘરેથી બહાર કાઢીને જાહેરમાં આવી ગયો છે. સામસામે નોટિસો આપ્યા બાદ રેશમાં સોલંકીએ ભરત સોલંકી વિરુદ્ધ રાહુલ ગાંધી અને રઘુ શર્માને પત્રો પણ લખ્યા હતા. જો કે હવે વિદેશથી પરત આવેલા રેશમાં સોલંકીએ બોરસદની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાવો દાખલ કર્યા બાદ આજે બોરસદની બેવર્લી હિલ્સ સ્થિત ભરતસિંહ સોલંકીનાં બંગલામાં કબ્જો જમાવી દઈ રહેવાનું શરૂ કર્યું છે.


ચાર લગ્ન કરીને પણ ખુશ નહી થતા યુવકે પાંચમા લગ્ન કર્યા પરંતુ દુલ્હન એવી નિકળી કે યુવકને આત્મહત્યા કરવી પડી...


રેશમાં સોલંકીએ કહ્યું હતું કે તેઓ લગ્ન કરીને આ ઘરમાં આવ્યા હતા અને હવે તેઓની લાશ આ ઘરમાંથી બહાર જશે. તેઓ ભરત સોલંકીને ક્યારેય છુટાછેડા આપશે નહિ. રેશ્મા સોલંકીએ ભરત સોલંકી પર અત્યાચાર ગુજારવાના અને વ્યભિચારી હોવાનાં આક્ષેપો કર્યા હતા જેને ભરતસિંહ સોલંકી સાથેનો વિવાદ વધુ ઘેરો બનતા ભરતસિંહની રાજકીય કારકિર્દી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. રેશમાં સોલંકીએ પોતાનો જીવ જોખમમાં હોઈ પોલીસ રક્ષણની માંગ કરી છે.


યુદ્ધ સમયે પાકિસ્તાનથી ભારત આવેલા કચ્છીઓની આ કળા વિસરાઇ રહી છે, જુઓ અનોખી કળા


અત્રે ઉલ્લેખનીય છે કે, ભરતસિંહે પહેલી પત્ની સાથે છુટાછેડા લીધા બાદ રેશ્મા પટેલ સાથે લગ્ન કર્યા હતા. રેશમા પટેલ સાથે કોઇ પણ પ્રકારનો વ્યવહાર નહી કરવા માટેની વકીલ દ્વારા નોટિસ પણ ભરતસિંહ આપી ચુક્યાં છે. રેશમા પટેલ લગ્ન બાદ રેશ્મા સોલંકી બન્યા હતા. ભરતસિંહ દ્વારા તેની સામે છુટાછેડાની પણ માંગ કરાઇ છે. જો કે રેશ્મા પટેલ કોઇ પણ સ્થિતિમાં છુટાછેડા આપવા માટે તૈયાર નથી. હાલ તો આ સમગ્ર વિવાદ ખુબ જ વિવાદિત બન્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube