અમદાવાદ: ઊંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આશા પટેલને ભાજપમાં આવવાનો વિચાર પર આવકાર કર્યો હતો. તો તેની સામે ભાજપની કાર્યકર્તા રેશમાં પટેલે સોશિયલ મીડિયામાં આશાબેન ભાજપા પાર્ટીમાં ન જોડાવવાની પોસ્ટ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આશાબેન પટેલના રાજીનામાં બાદ વધુ બે ધારાસભ્યો છોડી શકે છે કોંગ્રેસનો સાથ!


કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે તેમનું કોંગ્રસ પાર્ટીનો સાથ છોડી ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ઘણી ચાલી રહી છે. જો કે આ વાત પર ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરવિગ્રહ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. જેનાથી રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ સાબિત થયું છે.


વધુમાં વાંચો: કોંગ્રેસમાં કકળાટ: ડો.આશા પટેલે રાહુલ ગાંધીના નેતૃત્વ પર ઉઠાવ્યાં સવાલ, PM મોદીના કર્યા વખાણ


વધુમાં તેમણે જમાવ્યું હતું કે, આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી તેમજ કોંગ્રેસના તમામ પદોથી રાજીનામું આપું છું તેનો તેમણે રાહુલ ગાંધીને સીધો પત્ર લખ્યો હતો તેમના આ નિર્ણને હું આવકારૂં છું. આશા પટેલે ધારાસભ્ય પદ જતુ કર્યું છે, ત્યારે ભાજપમાં આવવાનો વિચાર કરશે તો આવકાર મળશે, બીજા કોઈ આવશે તો તેઓને પણ ભાજપમાં આવકાર મળશે.


વધુમાં વાંચો: કોંગ્રેસને વધુ એક ઝટકો: ધારાસભ્ય ડો. આશા પટેલે આપ્યું રાજીનામું


તો બીજી બાજુ રેશમા પટેલે સોશિયલ મીડિયા પર આશાબેન પટેલને ભાજપમાં ન જોડાવવા માટે પોસ્ટ કરી છે. જેમાં રેશમા પટેલે જણાવ્યું હતું કે, હું આશાબેનને એટલું ચોક્કસ કઇશ કે તમે તાનાશાહોની મારી ભાજપા પાર્ટીમાં જોડાવા ઇચ્છતા હોય તો રોકાઈ જજો. લોકોના કામ કરવા ભાજપ નથી માત્ર તાનાશાહોના કામ અને જીહજૂરી કરવા માંગતા હોય તોજ જોડાજો, કારણકે તમે વિરોધ પક્ષમાં રહી જે લોકોનાં કામ કરી શકશો એ ભાજપામાં નહીં કરી શકો.


[[{"fid":"201635","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: રાજ્યમાં સૌથી વધુ ઠંડી આ શહેરમાં, હવામાન વિભાગે આપી કોલ્ડવેવની આગાહી


આશાબેન તમારી આશા પર પાણી ફરશે એ દાવા સાથે કવ છું. ભાજપનાં ધારાસભ્યોની હાલત તો કહેવાતુ પણ નથી અને સહેવાતુ પણ નથી એવી છે. વિરોધ પક્ષનાં નેતાઓ લોકોના કામ કરવા માટે બુમો તો પાડી શકે છે, ભાજપમાં કઇ કરી શકશો નહીં.- જય હિંદ


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...