રાજકોટ : જુની કલેક્ટર કચેરી ખાતે NCp નેતા રેશ્મા પટેલ અને ભાજપના નેતા ઉધય કાનગડ વચ્ચે ફોર્મ ભરતા સમયે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વોર્ડ નંબર 13ના ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. તે વખતે રેશ્મા પટેલ પણ મેન્ડેટ માટે બોલાચાલી કરી હતી.  જેથી અધિક કલેક્ટરની ચેમ્બરમાંથી રેશમાં પટેલની ટિંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. રેશમાં પટેલે અધિક કલેક્ટરની ચેમ્બરમાં જણાવ્યું કે, સાહેબ હું રિકવેસ્ટ કરૂ છું કે, ભાજપ દરેક જગ્યાએ ગુંડાગર્દી કરે છે. તમારા માટે અમને માન છે પરંતુ તમે આવો ભેદભાવ કરો તે નહી ચલાવી લઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનું સૌથી મોટું બચત કૌભાંડ આવ્યું સામે, શું તમારું પણ પોસ્ટમાં રિકરિંગ એકાઉન્ટ છે?


રેશ્મા પટેલે કહ્યું કે, આ પ્રકારે ભાજપના લોકો વાત કરે તે નહી ચલાવી લેવામાં આવે. તેઓ મહિલાનું અપમાન કરી રહ્યા છે. રેશમા પટેલે મેન્ડેટની વાતને લઇને બોલાચાલી થઇ હતી. જેથી રેશમાએ કહ્યું કે, તમે શાંતિથી વાત કરો અવાજ નહી. ભાજપ આજે વિજય મુહર્તમાં ફોર્મ ભરવા માટે આવ્યા હતા. જો કે ત્યાં ઉદય કાનગડ અને રેશમા પટેલ વચ્ચે બોલાચાલી થઇ હતી. જ્યાં મામલો વધારે ઉગ્ર બનતા રેશમા પટેલની ટીંગાટોળી કરીને તેમને કલેક્ટર કચેરીની બહાર કાઢી મુકાયા હતા. 


વડતાળમાં પુત્રનાં નામે બોગસ દવાખાનું ચલાવતો ઉંટવૈદ્ય ઝડપાયો, વર્ષોથી ચલાવતો હતો કતલખાનું


આ અંગે રેશમા પટેલે જણાવ્યું કે, આજે ભાજપથી ઉમેદવારો પણ મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. જો કે ફોર્મ ભરતા સમયે કલેક્ટર કચેરીમાં રેશમા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાયાલે ઉદય કાનગડે રેશમા પટેલ સાથે તુકારાથી વાત કર્યાનો તેમનો દાવો છે. જેથી તેમણે ભાજપની માનસિકતા જ આ પ્રકારની હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ રેશમા પટેલે જણાવ્યું કે, પ્રાંત અધિકારી તરીકે રહેલા ગઢવી સાહેબે મારુ ફોર્મ સ્વિકાર્યું નહોતું. અમારા તમામ ઉમેદવારોને બહાર કાઢી મુક્યા હતા. ભાજપના તમામ ઉમેદવારોના ફોર્મ પહેલા સ્વિકાર્યા હતા. જ્યારે તેમણે તમામ સાથે સમાન વર્તન કરવું જોઇએ. 


Gir Somnath: અભણ મહિલાએ પુત્રને મેસેજ કરી કહ્યું પાંચ જણાથી મને બચાવો, સવારે લાશ મળી આવી!


રેશમા પટેલે જણાવ્યું કે, NCP વિપક્ષ છે માટે તેણે સત્તાધારી પક્ષના ઉમેદવારોની ગુંડાગરદી સહન કરવાની? ભાજપના એક કાર્યકરે મારી સાથે ગેરવર્તણુંક કરીને મારી સાથે ધક્કામુક્કી કરી. મને ગાળો પણ ભાંડી હતી. ભાજપના લોકો તંત્રનો દુરૂપયોગ કરી રહ્યા હતા અને તંત્રના રક્ષક પ્રાંત અધિકારી મોઢામાં મગ ભરીને બેઠા હતા. એક જવાબદાર અધિકારી તરીકે તેમણે દરેક સાથે એક સરખું વર્તન કરવું જોઇએ. ગાઇડ લાઇન અનુસાર કાર્યાલયમાં 1 જ વ્યક્તિ હોવો જોઇએ પરંતુ ભાજપના 50 લોકો અંદર બેઠા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube