Gir Somnath: અભણ મહિલાએ પુત્રને મેસેજ કરી કહ્યું પાંચ જણાથી મને બચાવો, સવારે લાશ મળી આવી!

બોડવા ગામે ગ્રામ પંચાયતના મહિલા સદસ્યની તિક્ષણ હથિયાર મારી ઘાતકી હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને પૈસાની લેતી દેતીથી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગુનો નોંધીને પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે. 

Updated By: Feb 5, 2021, 06:25 PM IST
Gir Somnath: અભણ મહિલાએ પુત્રને મેસેજ કરી કહ્યું પાંચ જણાથી મને બચાવો, સવારે લાશ મળી આવી!

હેમલ ભટ્ટ/ગીર સોમનાથ : બોડવા ગામે ગ્રામ પંચાયતના મહિલા સદસ્યની તિક્ષણ હથિયાર મારી ઘાતકી હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને પૈસાની લેતી દેતીથી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગુનો નોંધીને પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે. 

કોંગ્રેસનું કોકડૂં હજી ગૂંચવાયેલું, ભાવનગરની બીજી યાદી જાહેર કરી, વડોદરામાં લિસ્ટ વગર મેન્ડેટ આપ્યા

કોડીનાર તાલુકાના નાના એવા બોડવા ગામના જ્યા ગ્રામપંચાયતના મહિલા સદસ્યની ઘાતકી હત્યા થતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બોડવા ગામના સરપંચના કહેવા મુજબ ગ્રામપંચાયતમાં સદસ્ય તરીકે ફરજ બજાવતા નંદુબેન મજૂરોના કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરતા હતા. ગત સાંજે તે મજૂરોને ઘરે મજૂરી ચૂકવવા ગયા હતા પરંતુ રાત સુધી ઘરે ન આવતા શોધખોળ હાથ ધરી હતી. રાત્રે 10 કલાકે ગામના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સાંજે 7 પછી તેમનું લોકેશન મળ્યું નહોતું. આખરે મૃતકના મોબાઈલમાંથી તેમના દીકરાને મેસેજ આવ્યો કે મને બચાવી લ્યો. રાતભર શોધખોળ બાદ પણ ભાળ ન મળી અને આખરે વહેલી સવારે તેમનો મૃતદેહ ગામની નજીક એક ખેતરમાંથી મળી આવ્યો હતો. 

છેલ્લાં 11 મહિનાથી બંધ કરાયેલા રાજ્યની નીચલી કોર્ટના દરવાજા આખરે ખૂલશે

બોડવા ગામે મહિલા સદસ્યની હત્યાને લઈ કોડીનાર પીઆઇ એલસીબી તેમજ ડીવાયએસપી સહિતની ટિમો બોડવા પહોંચી હતી. તપાસ દરમ્યાન પોલીસને ધ્યાને આવ્યું હતું કે, 'મૃતક મહિલા નંદુબેનને લખતા જ આવડતું નથી.તો કઈ રીતે તેના ફોનમાંથી ગુજરાતી ટાઈપિંગ વાળો 5 લોકોનાં નામ સાથે બચાવો લખેલો મેસેજ ફોરવર્ડ થયો?' આ મુદ્દાને ધ્યાને લઈ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા બોડવા ગામનો જ એક શખ્સ શંકાના દાયરામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી દિપક પ્રેમજી સોસાએ કેફિયત આપી હતી કે, 'મૃતક નંદુબેન રાઠોડની સાથે આરોપીને પ્રેમ સંબંધ હતો. નંદુબેન વારંવાર આરોપીને બ્લેકમેઈલ કરતા હોય, રૂપિયાની માંગણી કરતા હોય તેનાથી ત્રાસી જઈને તેની હત્યા કરી નાખી હતી.'

ભાજપના ખાનપુર કાર્યાલય પર નારાજ કાર્યકર્તાઓ ઉમટ્યા, ગૃહરાજ્ય મંત્રી ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા 

બોડવા ગ્રામપંચાયતના સદસ્યની ચપ્પુના ઘા જીકી ઘાતકી હત્યા કરવામાં આવી છે. ત્યારે નવાઈની વાત એ છે કે, મહિલા સદસ્યને લખતા આવડતું જ નહોતું. તો કઈ રીતે તેના ફોન માંથી ગુજરાતી ટાઈપિંગ વાળો 5 લોકોના નામ સાથે બચાવો લખેલો મેસેજ ફોરવર્ડ થયો. તેમજ મૃતકની લાશની આસપાસ લોહી પણ જોવા ન મળ્યું અને તેમના ચપ્પલ 100 મીટર દૂર જોવા મળ્યા. જ્યા લોહીના નિશાન પણ હતા. જોકે એવી શંકા પણ થઈ રહી છે કે, મૃતક મહિલા સદસ્યને અન્ય જગ્યાએ મારી ખેતરમાં ફેંકી દેવાય. ત્યારે હાલ તો પોલીસે આરોપીની રીમાંડ મેળવી તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube