રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે કેમિકલયુકત ગેસની તીવ્ર દુર્ગધ મારતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી. રાત્રે વડોદરાના ફતેગંજ, છાણી ટીપી 13, નવાયાર્ડ, ગોરવા જેવા વિસ્તારોમાં ગેસની દુર્ગધ ફેલાઈ હતી. જેના કારણે લોકો હેબતાઈ ગયા હતાં. લોકોને ગેસની તીવ્ર દુર્ગધ મારતા મોઢા પર રૂમાલ બાંઘી બહાર નીકળવું પડયું હતું. કેમિકલયુકત તીવ્ર ગેસની દુર્ગધ ફેલાતા લોકોએ ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ ( જીપીસીબી )ના અધિકારીઓને ફરિયાદ કરી. જેના કારણે જીપીસીબીની ટીમે રાત્રે છાણી ટીપી 13, ગોરવા, નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં જઈ તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Breaking: પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ

નોંધનીય છે કે બે વર્ષ પહેલા આજ રીતે વડોદરાના અનેક વિસ્તારોમાં ગેસની તીવ્ર દુર્ગંધ રાતના સમયે ફેલાઈ હતી,  જેના પગલે જીપીસીબી અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી. ત્યારે જીપીસીબીએ કંઈ જ કાર્યવાહી નહતી કરી. જેના કારણે ફરી વખત વડોદરામાં ગેસની દુર્ગધ રાતના સમયે ફેલાઈ. 


પ્રદેશ કોગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જીપીસીબી અને વડોદરા કલેકટરને પત્ર લખ્યો છે અને કહ્યું કે છે કે ગેસની તીવ્ર દુર્ગધ કેમ આવે છે તેની તપાસ કરવામાં આવે. તેમને વધુમાં કહ્યું કે પહેલા પણ કલેકટર પાસે તપાસની માંગ કરી હતી પણ આજદિન સુધી તેનો તપાસ રિપોર્ટ બહાર નથી આવ્યો. 


જયારે જીપીસીબીના વડોદરાના અધિકારી નિરજ શાહે ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે રાત્રે લોકોની ફરિયાદ મળતા જ અમારી ટીમ તમામ વિસ્તારોમાં તપાસ કરવા પહોચી ગઈ છે. 


ઉલ્લેખનીય છે કે વડોદરાની આસપાસ અનેક કંપનીઓ આવેલી છે. ત્યારે શું આ કંપનીઓમાંથી રાત્રે કેમિકલયુકત ગેસ છોડાય છે તેવા સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે હવે જીપીસીબીની તપાસમાં ગેસની દુર્ગધનું કોઈ નકકર કારણ બહાર આવે છે કે પછી તપાસનું સુરસુરિયું થઈ જશે તે જોવુ રહ્યું. 


ગુજરાતના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...