ગુજરાતના IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસપર લાગી બ્રેક, જાણો કારણ
ગુજરાતમાં ફરજ બજાવતા IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક લગાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગાંધીનગર: ગુજરાતમાં ફરજ બજાવતા IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક લગાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યમાં ફરજ બજાવી રહેલા કોઇ પણ અધિકારી ટ્રેનિંગ મેળવવા માટે પણ વિદેશમાં જઇ શકશે નહિ, તેની પાછળ જવાબદાર કારણ એ છે, કે આગામી સમયમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થવાની હોવાથી મુખ્યમંત્રી કાર્યાલય તરફથી તમામ અધિકારીઓને સૂચના આદેશ કરી દેવામાં આવ્યા છે.
વિદેશ જવા માટે પરમીશન લેવી ફરજીયાત
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાગાવ્યો છે. ત્યારે કોઇ ઇમરજન્સી કેસમાં આ અધિકારીઓને વિદેશ જવા માટેની મંજૂરી આપવામાં આવશે. પંરતું તે પહેલા સામાન્ય વહીવટ વિભાગની પરમીશન લીધા બાદ જઇ શકશે. તાજેતરમાં ટ્રેનિંગના મુદ્દે અનેક અધિકારીઓ વિદેશ પ્રવાસ ચાલ્યા ગયા હતા. માટે અધિકારીઓના બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા માટે મુખ્યમંત્રી કાર્યલય દ્વારા આ પ્રકારનું પગલુ ભરવામાં આવ્યું છે.