Diu Election result: રાજ્યમાં ચૂંટણીઓની સીઝન આવી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસનું વચર્સ્વ ખતમ થઈ રહ્યું છે. ત્યારે દીવ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 6 બિનહરીફ સહિત તમામ 13 વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે જ દીવ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે દીવ નગર પાલિકાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 15 વર્ષથી દીવ પાલિકા પર કોંગ્રેસનો કબ્જો હતો. પરંતુ દીવમાં કુલ 13 વોર્ડ પૈકી 7 વોર્ડનું પરિણામ આવ્યું છે, જ્યાં 15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. 


ગુજરાત BJP એક્શનમાં: સુરતમાં કારોબારી બેઠક શરૂ, ઘડાઈ રહ્યો છે અભેદ ચૂંટણી ચકવ્યૂહ


દીવ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ સાતેય બેઠક ભાજપે જીતી લીધી છે. જયારે 6 વોર્ડ પહેલા જ ભાજપે બિન હરીફ કબ્જે કર્યા હતા. ભાજપના 6 સભ્યો બિનહરીફ થયા હતા. આમ દીવ પાલિકાની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube