ગુજરાત BJP એક્શનમાં: સુરતમાં કારોબારી બેઠક શરૂ, ઘડાઈ રહ્યો છે અભેદ ચૂંટણી ચકવ્યૂહ

ભાજપના સદસ્યતા અભિયાનમાં કઈ રીતે લોકો સુધી પહોંચવું અને લોકોને સદસ્ય બનાવવું આ અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત BJP એક્શનમાં: સુરતમાં કારોબારી બેઠક શરૂ, ઘડાઈ રહ્યો છે અભેદ ચૂંટણી ચકવ્યૂહ

બ્રિજેશ દોશી/ગાંધીનગર: સુરતમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રી અને ધારાસભ્યો સહિત 1 હજારથી વધુ આગેવાન હાજર છે. આર્થિક યોજનાઓ અંગે પ્રસ્તાવ રજૂ કરાશે. સુરત ખાતે યોજાનારી ભાજપ પ્રદેશની કારોબારી બેઠક્માં આમંત્રિત મહેમાનો પૈકી 700થી વધુ સભ્યોનું રજસ્ટ્રેશન થઇ ગયું છે. 9મી જુલાઇના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી પ્રદેશ કારોબારી બેઠકને વિશિષ્ટ બનાવાશે. બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાસદો, ધારાસભ્યો, શહેર અને જિલ્લાના પ્રમુખ અને મેયર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વક્તવ્યના મહત્વપૂર્ણ મુદ્દાઓ...

પેજ સમિતિ
- ભાજપની પેજ સમિતિ અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટલીલક્ષી કાર્યો માટે જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થામાં ઉપયોગી કાર્યો કરી સમાજ જીવન સાથે ઊભા છે.
- ગુજરાતભરમાં પેજ સમિતિ કાર્યક્રમ અંતર્ગત 67 લાખપેજ સમિતિનાં ફોર્મ ભરાઈને આવ્યાં

પ્રદેશ પ્રભારી @byadavbjp ,CM @Bhupendrapbjp , પ્રદેશ અધ્યક્ષ @CRPaatil રહ્યા ઉપસ્થિત.... pic.twitter.com/IC0zRJW9Zj

— Zee 24 Kalak (@Zee24Kalak) July 9, 2022

One Day One District
- દેશમાં પ્રથમ પ્રયોગ
- રાષ્ટીય કાર્યકારણીમાં ગુજરાતના પ્રયાસની પ્રધાનમંત્રી દ્વારા સરહાના
- રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવા માટે રાષ્ટ્રીય કારોબારીમાં આહવાન
- અત્યાર સુધીમાં સાત જીલ્લામાં પૂર્ણ
- કાર્યકર્તા ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સમાજનાં અગ્રણીઓ સાથે ચોવીસ કલાક માં અલગ અલગ બેઠકો અને સંવાદ

સદસ્યતા અભિયાનમાં ગુજરાત
- તારીખ ૧૬ જુન થી લોન્ચિંગ
- પહેલી વખત સદસ્યતા અભયાન માટે નું થીમ સોંગ લોન્ચ
- સૌથી વધુ સભ્યો બન્યા તેવા જીલ્લા મહાનગર
- 1)કર્ણવતી મહાનગર, 2) સુરત જીલ્લો, 3)ભરૂચ જીલ્લો, 4)સુરત મહાનગર, 5)ખેડા જીલ્લો

- પ્રદેશ અધ્યક્ષનો ઝંઝાવતી પ્રવાસ
- બે વર્ષ નાં કાર્યકાળમાં એક લાખ બત્રીસ હજાર કિલોમીટરનો સંગઠનાત્મક પ્રવાસ
- ૮૪૧ કાર્યક્રમ 
- પૃથ્વી ની પ્રદક્ષિણા કરતાં ૪૦ હજાર કિમી થાય, ત્રણ પ્રદક્ષિણા જેટલો પ્રવાસ કર્યો, ચંદ્ર ઉપર જવા કરતાં ત્રીજા ભાગ નું અંતર કાપ્યું . 
- ૩૩ જિલ્લા ૮ મહાનગર એમ કૂલ ૪૧ ક્ષેત્ર નો પ્રવાસ 

સંગઠનાત્મક-સક્રિયતા
- ૧૮૨ વિધાનસભા સીટો ઉપર પ્રભારીની નિમણુક 
- ૧૮૨ વિધાનસભામાં પ્રદેશ આગેવાનો દ્વારા ત્રણ દિવસનો રાજકીય અભ્યાસમાટે પ્રવાસ
- અલ્પકાલીન વિસ્તારકો દ્વારા આઠ હજાર પાંચસો શક્તિકેન્દ્રોમાં બુથનાં કાર્યકર્તા/પદાધીકારી નો સંપર્ક
- ૧૧૧ વિધાનસભામાં છ માસ માટે પૂર્ણકાલીન વિસ્તારક કાર્યરત 
- ૩૫ વર્ષ કરતાં નીચેની ઉંમર નાં યુવાનો વિસ્તારક તરીકે ઉત્સાહ ભેર કામ કરી રહ્યાં છે.
- સાંસદોઑ અને ધારાસભ્યોઑને પોતાની ગ્રાન્ટ ત્વરિત પ્રજાના વિકાસ કાર્યોમાં ફાળવણી કરવી

ભાજપા ગુજરાત પ્રદેશના સંગઠન તેમજ ચૂંટણી પ્રક્રિયા ને લગતા તમામ ડેટાબેઝ ની માહિતી એકજ સ્ક્રીન અને એકજ કલીક ઉપર અધ્યક્ષ દ્વારા જોઈ શકાય તેવી એપ્લિકેશન 
- પોલિટિકલ સંગઠન માં આખાએ  ભારત માં સર્વ પ્રથમ વાર પ્રયોગ 
- સંગઠન ના તમાંમ કાર્યકરો નો અને ગુજરાત ના તમામ મતદારો નો ડેટાબેઝ  ફીડ કરવા માં આવ્યો 
- બુથ  કક્ષા એ કાર્યકરો દ્વારા એપ્લિકેશન  દવારા આખા ગુજરાત ના બાવન હજાર જેટલા બુથ ઉપર પચાસ લાખ થી વધુ પરિવારો નો સીધો સંપર્ક કરી માહિતી( ડેટાબેઝ )  એપ્લિકેશન ઉપર જ એકત્ર કરવાનું  નું શરૂ થયું - મતદાર ને ઓળખી ને તેણે લીધેલા સરકારી લાભાલાભ સહિત ની માહિતી ફીડ કરવામાં આવી 
- જેઆ સ્થાનિક નેતાઓ માટે નાગરિકો ના અભિપ્રાય એકત્ર કરવાનું શરૂ કરવા માં આવ્યું 
- પ્રદેશ અધ્યક્ષ તમામ માહિતી અને એનલિસીસ સર્વે પર સીધી નજર રાખી શકે 

વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ
- પીએમ નરેન્દ્ર મોદીની મોટી પાંચ સભામાં લગભગ પંદર લાખ લોકો પી.એમ. સાથે કનેક્ટ થયા. નવસારી ( ૫ લાખ) ,વડોદરા ( ૩ લાખ) આટકોટ – રાજકોટ જિલ્લો (૨ લાખ), દાહોદ (૩ લાખ), અમદાવાદ - સરપંચ સંમેલન (૨ લાખ જેમાં ૯૫ હજાર જેટલા સરપંચો એ ભાગ લીધો)  
- યુપીની ભવ્ય જીત બાદ અમદાવાદ થી ગાંધીનગર ભવ્ય રોડ શો (૪ લાખ જેટલી જનમેદની સાથે નો ભવ્ય રોડ શો)
- પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ગુજરાત સદાય વિકાસના કાર્યોમાં અગ્રેસસર રહયું છે . 
- ડબલ એન્જિન ની સરકાર ને કારણે ગુજરાત ને ફાયદો વધુ થયો.ખેડૂતો પાક ના સારા ભાવ  મળી રહ્યા છે. 
- હિંદુ આસ્થાનું કેન્દ્ર પાવાગઢ મંદિર ઉપર પાંચસો વર્ષ પછી પ્રધાનમંત્રી દ્વારા ધ્વજા રોહણ

સહકાર ક્ષેત્રેમાં ઝળહળતી સફળતા
- ગુજરાતમાં કુલ સહકારી સંસ્થા ૩૬૦ માંથી ૩૧૨ માં ભારતીય જનતા પાર્ટી સમર્થિત પેનલ જેની ટકાવારી ૯૧ % ભાજપ સમર્થિત.
- સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત પાર્ટીના મેન્ડેટની પ્રથા દાખલ કરવાને પરિણામે બે વર્ષમાં ૧૭૧ સંસ્થાઓની ચુંટણીમાંથી૧૭૦ સહકારી સંસ્થાઓમાં ઝળહળતો વિજય જેની ટકાવારી ૯૯.૦૮% સફળતા.

મોરચા દ્વારા કાર્યક્રમો
યુવા મોરચા દ્વારા થયેલ કાર્યક્રમોની વિગત

    
14 જૂનવિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા
- 417 મંડલ/વોર્ડમાં કુલ 33,883 બાઈકો સાથે
- 377 બાઈક રેલી માં કુલ 53,377 કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.

તા. 23 થી 30જૂન) શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે રક્તદાન શિબિરતેમજ ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા દરેક જીલ્લા/મહાનગર દ્વારા દરેક મંડળમાં બ્લડ ડોનેશન કાર્યક્રમ કરવામાં આવ્યું.
- કુલ જીલ્લા/મહાનગર : 41
- પૂર્ણ કરેલ શિબિર : 392
- કુલ એકત્રિત રક્ત યુનિટ : 37,661

બક્ષિપંચ મોરચા દ્વારા થયેલ કાર્યક્રમોની વિગત
- સમગ્ર ગુજરાતમાં 7200 ખાટલા બેઠકો યોજી.
- સાડા ત્રણ લાખથી પણ વધુ લોકો સાથે સીધો સંવાદ કરી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપી.

કિસાનમોરચા દ્વારા થયેલ કાર્યક્રમોની વિગત
- પ્રગતિશીલ કિસાન સન્માન 31 સ્થળે યોજાયો જેમાં 2780 લોકોને સન્માનીત કરાયા.
- 114 વિધાનસભા વિસ્તારોમાં નમો કિશાન પંચાયત કાર્યક્રમ યોજાયો.
- કિસાનો દ્વારા 88140 પોસ્ટકાર્ડ માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભેટ સ્વરૂપે આપ્યા.
- ઓનલાઇન ફેસબુકના માધ્યમથી 15 "ખેડૂત સંવાદ" કાર્યક્રમ યોજાયા જેમાં 06 લાખથી વધુ ખેડૂતો જોડાયા

મહિલા મોરચા દ્વારા થયેલ કાર્યક્રમોની વિગત
- GeM પોર્ટલનો વર્કશોપ પ્રદેશ કાર્યાલય પર યોજાયો જેમાં 410 બહેનો ઉપસ્થિત રહ્યા. લઘુ ઉદ્યોગ કરતા 4,900 મહિલાઓનું Gem પર રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું અને 30 જુલાઈ સુધીમાં આ સિવાયનાં બીજા 10,000 રજિસ્ટ્રેશનનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવશે.
- મહિલા મોરચા દ્વારા દરેક વિધાનસભા માં ૧૦૦૦ જેટલી મહિલા કાર્યકરો નો નવી નોંધણી કરવાનો સંકલ્પ .. ૧૮૦ વિધાનસભામાં અત્યારસુધી ૧૪૫૦૦૦ મહિલા કાર્યકરોની નોંધણી થઈ .

અનુ.જાતિ મોરચા દ્વારા થયેલ કાર્યક્રમોની વિગત
- તા. 14 એપ્રિલ 2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી વડગામ સુધીની 15 કિલોમીટર લાંબી યાત્રામાં સામાજિક સમરસતા ક્ષેત્રે પ્રસંશનીય કાર્ય કરનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું,  આ કાર્યક્રમ અને રેલીમાં 15,000 લોકો જોડાયા.
- તા. 14 એપ્રિલ 2022ના રોજ અનુ. જાતિ મોરચા દ્વારા 14 સ્થાનોએ ભવ્ય "ભીમવંદના" સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા.

ડૉક્ટર સેલ દ્વારા થયેલ કાર્યક્રમોની વિગત
- 15 મે ના રોજ આદરણીય વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના સુપોષણ અભિયાન અંતર્ગત ડોકટર સેલ દ્વારા 22 હજારથી વધુ mtdtCtto બહેનોની સોનોગ્રાફી કરી સેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
- 1 જૂલાઇ રથયાત્રાના દિવસે મહેસાણા ખાતે પ્રદેશ mtkdtXlt મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં 1008 બાળકોને સુવર્ણ પ્રસન આપી સેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો તેમજ પાંચ મહાનગરોમાં રથયાત્રા દરમ્યાન રથાયાત્રાના રૂટ પર મેડિકલ કેમ્પ યોજી ભકતોની સેવા કરી.

સુપોષણ અભિયાન
- સુપોષણ અભિયાન અંતર્ગત રાજયમાં 36 હજારથી વધુ કુપોષિત બાળકોનું મેડિકલ મોનીટરીંગ કરી જરૂરિયાત મંદ બાળકને ડોકટર સેલના તબીબ દ્વારા ફ્રીમા સારવાર આપી રહ્યા છે.
- કુપોષિત બાળકો ને બાળઆહાર પ્રોટીન પાઉડર , પ્રોટીન બાર ચોકલેટ , સુખડી ( જેમાં  સહકારી ડેરીઑ એ સહયોગ આપ્યો .
- દર ત્રણ મહિને મોનિટરીગ  અત્યાર સુધી માં બે વખત મોનિટરીગ થયું . 
- દરેક કાર્યકારે ૧ કુપોષિત  બાળક દત્તક લેવું એવું નક્કી કરવામાં આવ્યું . 
- ગુજરાત ભાજપ ની કામગીરી જોઈ કેન્દ્રીય મંત્રી  સ્મૃતિ ઈરાની પણ પ્રભાવિત થાય હતા, અને પોતાના સંસદીય વિસ્તારમાં પણ શરૂઆત કરી 
- રાષ્ટ્રીય કાર્યકારિણી  માં પણ ગુજરાત સંગઠન ની કામગીરી ની પ્રશંશા થઈ 

આર્થિક સેલ દ્વારા થયેલ કાર્યક્રમોની વિગત
- ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન "વિષય અંતર્ગત 29 જિલ્લા અને મહાનગરમાં સંમેલન થઈ ચુક્યા છે. દરેક સંમેલનમાં 300 થી 500 પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહે છે.

ઋત્વિજ પટેલ નિવેદન
આજ રોજ સુરત કારોબારી બેઠકની શરૂઆત થઈ છે. ત્યારે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, બેઠકની શરૂઆતમાં જાપાનના પીએમની હત્યાને લઈ શોકથી શરૂઆત કરવામાં આવી હતી. સી આર પાટીલ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. 68 લાખ પેજ સમિતિના સભ્યો થયા છે. બીજેપી સદસ્ય અભિયાનની માહિતી અને માર્ગદર્શન દરેક કાર્યકર ઘરે ઘરે પહોંચાડી રહ્યો છે, તેના માટે તેણે માહિતી આપી છે. 8 લાખ સભ્યો સદસ્ય અભિયાન બન્યા છે. આગામી સમયમાં બીજેપી જન જન સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપશે.

ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડી તેનું માર્ગદર્શન આપ્યું હતું. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સારી કામગીરી માટે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા અને માર્ગદર્શન આપ્યું હતું. આદિવાસી સમાજ માટે બીજેપી અનેક કામો અને નિણર્ય કર્યા છે. 70 વર્ષ સુધી અન્ય પક્ષોએ માત્રને માત્ર વોટ માટે જ ઉપયોગ કર્યો છે. ચૂંટણી નજીક છે આગામી ચૂંટણીમાં ઐતિહાસિક જીત થશે. તેમણે ઉમેર્યું હતું કે, ઉમેદવાર નક્કી કરવાનો નિર્ણય પાર્લામેન્ટ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. 

હૈદરાબાદમાં ભાજપની મળેલી કારોબારી બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોની અહીં કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સુરતમાં મળનારી કારોબારીમાં તમામ હોદેદ્દારોની ક્યૂઆર કોડથી એન્ટ્રી કરાવાઈ હતી અને બેઠકમાં ડિજિટલાઈઝેશનનો ઉપયોગ કરાયો છે. અહીં સુરતમાં પ્રથમવાર ભાજપ પ્રદેશની કારોબારી બેઠક મળી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા વ્યુરચના તૈયાર કરવા માટે બેઠકમાં અગત્યની ચર્ચાઓ હાથ ધરવામાં આવી રહી છે. પેજ પ્રમુખ અને સરકારી યોજનાઓને લઈને તમામ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

ભાજપના સદસ્યતા અભિયાનમાં કઈ રીતે લોકો સુધી પહોંચવું અને લોકોને સદસ્ય બનાવવું આ અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતમાં જ્યાં કારોબારી મળવાની છે ત્યાં પીએમ મોદીની ખાસ રંગોળી બનાવવામાં આવી છે. આ સિવાય અમિત શાહ સહિત અનેક નેતાઓના કટ મૂકાયા છે. આજે સવારે 10 વાગ્યાથી ભાજપની પ્રદેશ કારોબારીનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં ભૂપેન્દ્ર યાદવ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. આ સિવાય કારોબારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને બિરદાવતો રાજકીય પ્રસ્તાવ પાસ થશે. આ સિવાય અનેક યોજનાઓ અંગે ચર્ચા થશે.

સુરતમાં એક વિશાળ ડોમમાં ભાજપની કારોબારી યોજાઈ રહી છે. સભા સ્થળે પીએમની 3ડી હોલોગ્રામ ઈફેક્ટ મુકાઈ છે. તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કારોબારી બેઠક વિશેષ રૂપથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અહીં ચૂંટણી લક્ષી અને આગામી સમયમાં થનાર કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે. કારોબારી બેઠકમાં નીતિન પટેલ, કેન્દ્રીય નેતા પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સહિતના નેતાઓ હાજર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news