તેજસ મોદી/સુરત : ઈમાનદારીની અને કર્તવ્ય નિષ્ઠાની કોઈ કિમંત ક્યારેય હોતી નથી, અનેક એવા લોકો છે, જેમને કોઈ ને કોઈ રીતે રૂપિયા કે કિંમતી વસ્તુ મળી જતી હોય છે, પરંતુ તેઓ પોતાની મહેનતનું નહીં હોવાનું સ્વીકારી જે તે માલિકને તે વસ્તુ પરત કરતાં હોય છે, ત્યારે સુરતના વરાછાના હીરા મેન્યુફેક્ચરિંગના માલિક કતારગામમાં આવેલા સેફ ડિપોઝિટ વોલ્ટમાં 12 લાખ રૂપિયાના કાચા હીરાનો ડબ્બો ભૂલી ગયા હતા. જોકે સેફના કર્મચારીએ તેને પરત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબ અને અમીર વચ્ચેની ભેદરેખાને ભાંગશે ગાંધીનગર રેલવે સ્ટેશન, દેશનો દરેક નાગરિક VIP છે


જેથી સેલ્ફ વોલ્ટના માલિક અને કર્મચારીનું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુરતના વરાછાના મીરા જેમ્સના રાહુલ મોરડિયા બુધવારે સાંજે કતારગામ ખાતે આવેલા સેફ વોલ્ટમાં હીરાના પડીકા મુકવા માટે ગયા હતાં. જ્યાં એક પેકેટ સેફ ડિપોઝિટ વોલ્ટની ઉપર ભૂલી મૂકી દેવાયું હતું, જે દરમિયાન સેફ વોલ્ટ પર એક હીરાનું પડીકું પડ્યું હોવાનું સેફ વોલ્ટના કર્મચારી ધીરુભાઈના ધ્યાન પર આવ્યું હતું. ધીરુભાઈએ સેફ વોલ્ટના મેનેજર નયના ઠુમ્મરને આ અંગે તરત જ જાણ કરી હતી. 


PM મોદીએ 1100 કરોડનાં પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ, અમિત શાહ, CM રૂપાણી, નીતિન પટેલ સહિતનાં નેતાઓ હાજર


જેથી મેનેજર અને કર્મચારીએ હીરાના પડીકાંને સાચવીને મુકી દીધું હતું, જેથી જેનું પડીકું હોય તે પરત માંગવા આવે ત્યારે આપી શકાય તેમ નક્કી કર્યું હતું. જ્યારે બીજે દિવસે રાહુલ મોરડિયા હીરા લેવા માટે આવ્યા હતાં. જ્યારે તેમણે હીરા પેકેટની ગણતરી કરી ત્યારે કુલ પડીકા પૈકી એક હીરાનું પેકેટ ઓછું હતું. જેથી તેઓ ચિંતામાં મુકાયા હતા, તેમને તાત્કાલિક વોલ્ટના કર્મચારીને આ અંગે જાણ કરી હતી. સેફ વોલ્ટના કર્મચારી અને મેનેજરે કેમેરા ચેક કરી પડીકું રાહુલ મોરડીયાનું જ હોવાની તપાસ કરી હતી, જેમાં ખરેખર હીરાનું પડીકું રાહુલ મોરડીયાનું હોવાનું જણાઈ આવતા તેની ખરાઈ કરી લેખિતમાં લખાણ લઈ પરત કર્યું હતું. સેલ્ફ વોલ્ટના કમર્ચારીઓની પ્રમાણિકતાને બિરદાવવા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કતારગામ સેફ વોલ્ટના કર્મચારી અને માલિકનું સન્માન કરવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube