ગરીબ અને અમીર વચ્ચેની ભેદરેખાને ભાંગશે ગાંધીનગર રેલવે સ્ટેશન, દેશનો દરેક નાગરિક VIP છે

  અમિત શાહે કહ્યું કે, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ 800 કરોડના ખર્ચે પુર્ણ થયો છે. આ ઉપરાંત 5 સ્ટાર હોટલનું કામ પણ પુર્ણ થઇ ચુક્યું છે. સુરેન્દ્રનગર - પીપાવાવ, મહેસાણા અરીઠાનું ગેજ પરિવર્તન અને વિદ્યુતિકરણનું કામ પુર્ણ થઇ ચુક્યું છે. ગુજરાતમાં અનેક પ્રકારની યોજનાઓ PM બન્યા બાદ નરેન્દ્રભાઇએ પુર્ણ કર્યું છે. હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પુર્ણ કર્યું. ગાંધીનગર-વરીઠા મેમુ ટ્રેનની વ્યવસ્થા કરી છે. સ્ટેચ્યુને દેશનાં 8 મહત્વાન સ્ટેશનો સાથે જોડવામાં આવ્યું છે. એક્વેટિક ગેલેરી અને આધુનિક માછલીઘર ખુબ જ મહત્વનો પ્રોજેક્ટ હતો. 1000 વર્ગ મીટરની અંદર રોબોટિક ઉદ્યોગો અને તેના આયામોને બાળકો સામે રસપ્રદ રીતે રજુ કરવાનો પ્રયસ કર્યો છે. 

ગરીબ અને અમીર વચ્ચેની ભેદરેખાને ભાંગશે ગાંધીનગર રેલવે સ્ટેશન, દેશનો દરેક નાગરિક VIP છે

ગાંધીનગર :  અમિત શાહે કહ્યું કે, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ 800 કરોડના ખર્ચે પુર્ણ થયો છે. આ ઉપરાંત 5 સ્ટાર હોટલનું કામ પણ પુર્ણ થઇ ચુક્યું છે. સુરેન્દ્રનગર - પીપાવાવ, મહેસાણા અરીઠાનું ગેજ પરિવર્તન અને વિદ્યુતિકરણનું કામ પુર્ણ થઇ ચુક્યું છે. ગુજરાતમાં અનેક પ્રકારની યોજનાઓ PM બન્યા બાદ નરેન્દ્રભાઇએ પુર્ણ કર્યું છે. હાલમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પુર્ણ કર્યું. ગાંધીનગર-વરીઠા મેમુ ટ્રેનની વ્યવસ્થા કરી છે. સ્ટેચ્યુને દેશનાં 8 મહત્વાન સ્ટેશનો સાથે જોડવામાં આવ્યું છે. એક્વેટિક ગેલેરી અને આધુનિક માછલીઘર ખુબ જ મહત્વનો પ્રોજેક્ટ હતો. 1000 વર્ગ મીટરની અંદર રોબોટિક ઉદ્યોગો અને તેના આયામોને બાળકો સામે રસપ્રદ રીતે રજુ કરવાનો પ્રયસ કર્યો છે. 

બાળકોનાં કુતુહલને જગાવશે રોબોટ
કૃષી, અંતરિક્ષથી માંડીને અનેક ક્ષેત્રે રોબોટના ઉપયોગ અંગે સમજાવાયું છે. સમુદ્રી જીવો અંગે બાળકો સમજે તે માટે એક્વેટિક ગેલેરીનું નિર્માણ થઇ ચુક્યું છે. આ ઉપરાંત 8 હેક્ટરમાં 13 કરોડનાં ખર્ચે નેચર પાર્ક પણ બનાવાયું છે. આ ઉપરાંય આગળ તેને બાયોલોજિકલ પાર્કમાં તેને કનવર્ટ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં હું હાજર રહ્યો તે સૌભાગ્યની વાત છે પરાંત હું આભારી છું કે મોટા ભાગના કામ મારા મતક્ષેત્રમાં આ કામ થઇ રહ્યા છે. આ 5 સોગાદો આપવા માટે હું વડાપ્રધાન મોદીનો ખુબ જ આભારી છું. ગુજરાત સરકાર, ગુજરાત સરકારનાં પદાધિકારીઓનો પણ હું આભાર વ્યક્ત કરૂ છું. 

21મી સદીના યુવા ભારત માટે જીજ્ઞાશા જરૂરી
વડાપ્રધાન મોદીએ પોતાનાં સંબોધનમાં હાજર તમામ લોકોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, આજનો દિવસ 21મી સદીના યુવા ભારતના ભાવના અને સંભાવનાનો ખુબ જ મોટો પ્રતિક છે. સાયન્સ અને ટેક્નોલોજી હોય, સારા અર્બન લેન્ડસ્કેપ હોય કે કનેક્ટિવીટીનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર હોય. નવા ભારતમાં વધારે એક કડી જોડાઇ રહી છે. મે દિલ્હીથી તમામ પ્રોજેક્ટનું લોકાર્પણ તો કર્યું છે પરંતુ આને રૂબરુ જોવાની ઉત્સુક છું. જેથી જેવી તક મળે હું તત્કાલ આ તમામ વસ્તુ જોવા માટે આવીશ. આજે દેશનું લક્ષ્યાંક માત્ર કોંક્રિટના સ્ટ્રક્ટર ઉભા કરવાનું નથી પરંતુ દેશમાં એવા ઇન્ફ્રાનું નિર્માણ થઇ રહ્યં છે જે પોતાનામાં એક અલગ હોય. સારી પબ્લીક સ્પેસ આપણી જરૂરિયાત છે. આ પ્રકારે પહેલા વિચારવામાં આવતું નહોતું.

ભુતકાળનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોંક્રિટના તાબુત હતા
આપણી અતીતના અર્બન પ્લાનિંગમાં તેને પણ એક પ્રકારે લક્ઝરી સાથે જોડી દેવાયું હતું. તમે પણ જોયું હશે કે રિયલ એસ્ટેટ અને હાઉસિંગ કંપનીઓનું ફોકસ પાર્ક ફેસિંગ, દરિયા ફેસિંગ હોય છે. આ એટલા માટે હોય છે કારણ કે આપણા શહેરની એક મોટી વસ્તી ક્વોલિટી પબ્લિક સ્પેસ, ક્વોલિટી પબ્લિક લાઇફથી વંચિત રહી છે. હવે અર્બન ડેવલપમેન્ટની જુની વિચારસરણીને પાછળ છોડીને દેશ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે. મિત્રો અમદાવાદમાં સાબરમતીની શું સ્થિતિ હતી તે કોણ ભુલી શકે. આજે ત્યાં પાણીની સાથે સાથે રિવરફ્રન્ટ, પાર્ક, ઓપન જીમ, સી પ્લેન આ બધુ જ નાગરિકોની સેવામાં ઉપલબ્ધ છે. એટલે કે એક પ્રકારે આખી ઇકો સિસ્ટમ પરિવર્તિત થઇ ચુકી છે. આવુ જ પરિવર્તન કાંકરિયામાં કરાયું છે.

એક નદી કે એક તળાવ મટીને આજે કાંકરિયા અને રિવરફ્રંટ આકર્ષણનું કેન્દ્ર બન્યા
અમદાવાદનું એક તળાવ આટલું મોટુ પ્રવાસન ધામ બનશે તે ક્યારે પણ વિચાર્યું જ નહોતું. બાળકોનાં સ્વાભાવિક વિકાસ માટે તેમની શીખવાની ક્રિએટિવિને સ્થાન મળવું જોઇએ. સાયન્સ સિટી આવો જ પ્રોજેક્ટ છે. જે રિક્રિએશન અને એક્ટિવિટીને જોડે છે. આ એક્ટિવિટી બાળકોની ક્રિએટિવીને ખીલવશે. આમાં રમતગમત અને મોજમસ્તીની સાથે કંઇક નવુ શીખવવા માટેનું પ્લેટફોર્મ પણ છે. બાળકો ઘણીવાર મા બાપ પાસે રોબોર અને મોટા પ્રાણીઓની જીદ કરતા હોય છે. તેવામાં માતા પિતા આ બધુ ક્યાંથી લાવશે. બાળકોને આ વિકલ્પ મળશે સાયન્સ સિટીમાં. આ નવો નેચર પાર્ક બન્યો છે તે વિશેષ રીતે મારા નાના સાથીઓને ખુબ જ પસંદ આવશે. સાયન્સ સિટીમાં બનેલી એક્વેટિસ ગેલેરી તો ખુબ જ આનંદપ્રદ છે. તે દેશ જ નહી પરંતુ એશિયાના ટોપ એક્વેરિયમ પૈકી એક છે. એક જ સ્થળ પર વિશ્વના જૈવ વિવિધતાના દર્શન અદ્ભુત અનુભવ આપશે. રોબોટિક્સ ગેલેરીમાં રોબોટ સાથે વાતચીતનું આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત તે બાળકોના મનમાં જિજ્ઞાશા જગાવશે. મેડિસિન, ખેતી, સ્પેસ, ડિફેન્સ જેવા અનેક ક્ષેત્રમાં રોબોટ કઇ રીતે કામ આવી શકે તેનો અનુભવ મારા બાળ સાથીઓ લઇ શકશે. રોબો કેફેમાં રોબો દ્વારા જ બનાવયેલ અને રોબો દ્વારા પિરસવાનું આનંદ પણ અલગ જ હશે. ક્યારે જ્યારે સોશિયલ મીડિયા પર મે જ્યારે તસ્વીરો પોસ્ટ કરી તો અનેક લોકોએ ટિપ્પણી કરી કે, આવું તો વિદેશમાં જ હોય. લોકો માની નથી શકતા કે આ તસ્વીરો ભારતની છે અને ગુજરાતની છે. મારો આગ્રહ છે કે, સાયન્સ સિટીમાં વધારેમાં વધારે વિદ્યાર્થી આવે અને બાળકો આવે. શાળાઓ નિયમિત પ્રકારે બાળકો આવતા રહે. બાળકોથી સાયન્સ સિટી ગુંજતુ રહે. તેની ભવ્યતા તો જ વધશે. મિત્રો મારા માટે ખુબ જ આનંદની વાત છે કે, ગુજરાત અને ગુજરાતી લોકોનું ગૌરવ વધારનારા અનેક કાર્યોનું લોકાર્પણ થઇ રહ્યું છે. આજે અમદાવાદ ઉપરાંત રેલ કનેક્ટિવી વધારે આધુનિક અને સશક્ત બની છે. ગાંધીનગર અને વડનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, મહેસાણા, લાઇનનું વિજળી કરણ અને બ્રોડગેજનું કામ હોય. મેમુ ટ્રેનનો શુભારંભ હોય. ગાંધીનગર- વારાણસી સુપરફાસ્ટ ટ્રેનનો શુભારંભ હોય આ તમામ કામ માટે ગુજરાતના લોકોને હાર્દિક અભિનંદન. ગાંધીનગરથી નિકળેલી આ ટ્રેન સોમનાથને વિશ્વનાથ સાથે જોડશે. 

ભારત એક અનોખા રિફોર્ટ યુગમાંથી પસાર થઇ રહ્યું છે.
આધુનિક ભારતની જરૂરિયાત 20મી સદીની જેમ પુર્ણ નહી થાય. રેલવેમાં નવેસરથી રિફોર્મની જરૂર હતી. રેલવેને અમે એક સર્વિસ તરીકે નહી પરંતુ એક એસેટ તરીકે વિકાસ કરવાનું શરૂ કર્યું. આજે તેનું પરિણામ જાણવા મળી રહ્યું છે. ભારતીય રેલવેની ઓળખ અને શાખ બદલાવા લાગી છે. રેલવેમાં સુવિધા વધી છે, સ્વચ્છતા અને સુરક્ષા પણ વધી છે અને સ્પીડ પણ વધી છે. ઇન્ફ્રાસ્ટ્રકચરનું મોર્ડનાઇઝેશ કે નવી આધુનિક ટ્રેન હોય આ પ્રકારનાં પ્રયાસ ટ્રેનોની સ્પીડને વધારવા માટે કરી રહ્યા છે. આગામી દિવસોમાં જ્ેવો ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર શરૂ થશે ટ્રેનની સ્પીડ વધશે. તેજસ અને વંદે ભારત જેવી આધુનિક ટ્રેન આપણા ટ્રેક પર ચાલી રહી છે. આ ટ્રેન યાત્રીઓને નવો અને ખુબ જ સુંદર અનુભવ આપી રહી છે. વિસ્ટાડોમ કોચનો વીડિયો પણ તમે સોશિયલ મીડિયામાં જોયું હશે. આ કોચનો લાભ પણ લોકોએ લીધો હશે. આ ટ્રેન અનોખી રીતે યાત્રીઓને અનોખો અનુભવ કરાવી રહી છે.

લોકોનું રેલવે પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઇ રહ્યો છે
લોકો માની રહ્યા છે કે, આપણી ટ્રેન, પ્લેટફોર્મ અને ટ્રેક પહેલા કરતા ખુબ જ સાફ થઇ રહ્યા છે. તેમાં સૌથી મોટુ યોગદાન બાયો ટોયલેટનું પણ છે. જે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. દેશમાં આજે તમામ મહત્વનાં રેલવે સ્ટેશન આધુનિકરણ થઇ રહ્યું છે. ટીયર 2 અને 3નાં સ્ટેશન વાયફાય થઇ રહ્યા છે. સમગ્ર દેશમાં રેલવે ક્રોસિંગ અનમેન કરવામાં આવી રહ્યું છે. એક સમયે પોતાની દુર્ઘટનાઓના કારણે મીડિયામાં રહેતી ભારતીય ટ્રેન હવે પોતાનાં વિકાસ માટે મીડિયામાં છવાયેલી રહી છે. આજે ભારત રેલને જોવાનો અનુભવ અને દ્રષ્ટીકોણ બંન્ને બદલાઇ રહ્યા છે. હું ગર્વ સાથે કહીશ કે આજનો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના પ્રોજેક્ટની ઝાંખી છે. મિત્રો મારો સ્પષ્ટ મત છે કે, રેલવે દેશનાં દરેકે દરેક ખુણા સુધી પહોંચે તે માટે રેલવેનું હોરિઝોન્ટલ એક્સપાન્શન જરૂરી છે. આ ઉપરાંત રિસોર્સ, કેપેસિટી બિલ્ડિંગ અને નવી ટેક્નોલોજી અને વર્ટિકલ એક્સપાન્સન પણ ખુબ જ જરૂરી છે. સારા ટ્રેક, આધુનિક રેલવે સ્ટેશન, રેલ ટ્રેક પર આલીશાન હોટલ જરૂરી છે. ગાંધીનગરનો આ પ્રયોગ આધુનિક રેલવે માટે ઉદાહરણરૂપ છે. સામાન્ય નાગરિકને પણ એપોર્ટ જેવી સુવિધા મળે, મહિલાઓની વિશેષ વ્યવસ્થા હોય તેવું આધુનિક અને સુવિધાજનક રેલવે સ્ટેશન આજે દેશને અને ગાંધીનગરને મળી રહ્યું છે. 

રેલવે સ્ટેશન આધુનિકરણ, અર્થતંત્રનું હોટસ્પોટ બની શકે છે રેલવે સ્ટેશન
ગાંધીનગરનું નવું રેલવે સ્ટેશન દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકોનાં માઇન્ડસેટના પરિવર્તનને દર્શાવે છે. અગાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે વર્ગભેદ કરવામાં આવ્યો. અમે લોકોએ એક પ્રયોગ કર્યો હતો, અમારા બસ સ્ટેશનને આધુનિક બનાવવાની દિશામાં અમે કામ કર્યું. PPP મોડેલ પર કામ કર્યું. આજે ગુજરાતમાં અનેક બસ સ્ટેશન એરપોર્ટ જેવી સુવિધા હોય તેવા બન્યા છે. હું દિલ્હી આવ્યો ત્યારે મે અનેક રેલવેના અધિકારીઓને અમારા બસ સ્ટેશન જોવા માટે મોકલ્યા હતા. જમીનનું ઓપ્ટિમલ યુટિલાઇઝેશન થાય. રેલવે સ્ટેશન માત્ર ટ્રેનનું આવાગમન નહી પરંતુ ઇકોનોમિનું ઉર્જા સેન્ટર બની શકે છે. જે પ્રકારે એરપોર્ટ અને બસ સ્ટેશનનું વિકાસ થયું તે પ્રકારે રેલવે સ્ટેશનનું પણ આધુનિકરણ થયું. જનસુવિધામાં આ વર્ગીકરણ થઇ રહ્યું છે. આ અમીરો માટે આ ગરીબો માટે આ માત્ર વાતો છે. સમાજના દરેક વર્ગને વ્યવસ્થા મળવી જોઇએ. મિત્રો આધુનિક રેલવે સ્ટેશ એ વાતનું પણ પ્રમાણ છે કે રેલવેના સંસાધનોનો ઉપયોગ કરીને તેને સારો ઉપયોગ થઇ શકે છે. જમીન એટલી જ છે પરંતુ તેનો ઉપયોગ બમણો થયો છે. રેલવેની આસપાસ વર્ગનો વિકાસ થાય છે. આ રેલવે સ્ટેશનથી દાંડીકુટિર, મ્યુઝીયમ અને મહાત્મા મંદિર દેખાય છે. જ્યારે દેશ આને જોશે તેમના માટે પણ આ ટુરિસ્ટ સ્પોટ બનશે. આજે રેલવેનો જે કાયાકલ્પ થયું છે તેના કારણે મહાત્મા મંદિરનું મહાત્મય પણ અનેકગણુ વધી ગયું છે. લોકો હવે કોન્ફરન્સ માટે મહાત્મા મંદિર અને હોટલનો ઉપયોગ કરસે. એરપોર્ટથી માત્ર 20 મિનિટના અંતરે આ વિકાસ થયો છે. 

રેલવેના આટલા મોટા નેટવર્કનો અત્યાર સુધી યોગ્ય ઉપયોગ જ નથી થયો
સમગ્ર દેશમાં રેલવેનું આટલું મોટુ નેટવર્ક છે અનેક પ્રકારના સંસાધન છે અનેક સંભાવનાઓ છે. ભારત જેવા વિશાળ દેશમાં ભારતીય રેલની ભુમિખા ખુબ જ મોટી રહી છે. રેલવે પોતાની સાથે વિકાસનાં નવા આયામો લઇ  પહોંચે છે. નોર્થ ઇસ્ટની રાજધાની સુધી પહેલીવાર રેલવે પહોંચે છે. ખુબ જ ઝડપથી શ્રીનગર પણ કન્યાકુમારી સાથે રેલવેના માધ્યમથી જોડાશે. આજે વડનગર પણ આ એક્સપાન્શનનો ભાગ બન્યું છે. વડનગર સાથે મારી તો અનેક યાદો જોડાયેલી છે. આ નવી લાઇન બનવાથી વડનગર, મોઢેરા, મહેસાણા સર્કિટ સાથે જોડાયું છે. અમદાવાદ જયપુર સાથે આ લાઇન સીધી જોડાઇ ગઇ છે. આ સમગ્ર ક્ષેત્રમાં હવે સુવિધા અને સ્વરોજગાર જોડાશે. મહેસાણા અરીઠા અને સુરેન્દ્રનગર અને પીપાવાવ લાઇન વિકાસનુ ભવિષ્ય દેખાડે છે. સમગ્ર ભારતમાં સૌથી ઝડપી વિકાસ પામેલી આ લાઇન છે. આ રેલમાર્ગ પીપાવાથી દેશનાં ઉત્તરભાગો માટે ડબલફ્રેટ કન્ટેનરનું આવનજાવન સુનિશ્ચિત કરશે. ઓછા સમય ઓછા ખર્ચે અને સારી સુવિધા દેશની પ્રાથમિકતા છે. માટે દેશ મલ્ટીમોડેલ કનેક્ટિવિટી પર કામ કરી રહ્યું છે. ટ્રાન્સપોર્ટનાં અલગ અલગ મોડને જોડીને આત્મનિર્ભર ભારતનાં અભિયાનને વધારે જોર આપશે. વિકાસની રેલ આધુનિકતા અને ગરીબ, ખેડૂત અને મધ્યમવર્ગનાં વિકાસ માટેના બે પાટા પર જ ચાલશે. 

તમામ આનંદ વચ્ચે કોરોનાને આપણે ભુલવાનો નથી
ગુજરાત અને દેશના વિકાસના કાર્યો વચ્ચે આપણે કોરોના મહામારીનું ધ્યાન પણ રાખવાનું છે. ગત્ત દોઢ વર્ષમાં 100 વર્ષે આવે તેવી મહામારીએ આપણને ખુબ જ પ્રભાવિત કર્યા છે. કોરોનાએ અનેક સાથીઓને કટાણે આપણી પાસેથી છિવી લીધા છે. એક રાષ્ટ્રતરીકે આપણે સંપુર્ણ સામર્થથી જઝુમી રહ્યા છીએ. ગુજરાતમાં પણ સંક્રમણને અટકાવવા માટે ખુબ મહેનત કરી છે. હવે આપણે આપણા આચરણ થી ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટીકા દ્વારા સંક્રમણ દરને નીચો જ રાખવાનો છે. આપણે હવે વધારે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. આપણે વેક્સિનેશનની ગતિ પણ ઝડપી કરવાની જરૂર છે. મને આનંદ છે કે, ગુજરાત 3 કરોડનાં રસીકરણની નજીક છે. કેન્દ્ર સરકારે રસીકરણ અંગેની માહિતી પહેલાથી જ આપી છે. તમામના પ્રયાસોથી રસીકરણના લક્ષ્યને આપણે ઝડપથી પ્રાપ્ત કરીશું. આ સાથે જ નવી યોજનાઓ માટે તમામને હાર્દિક અભિનંદન આભાર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news