ભરૂચ : જિલ્લામાં ધર્માંતરણનો વધારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 આદિવાસીઓના ધર્માંતરણમાં 4 આરોપીના રિમાન્ડમાં 5માં દિવસે વધુ સનસનીખેજ ખુલાસો થયો છે. ગામમાં ₹20 લાખના ખર્ચે હસન તેસલી અને અઝીઝે ઈબાદત ગૃહ અને કબ્રસ્તાન બનાવડાવ્યું હતું. ધર્મ પરિવર્તન કરનાર પરિવારના 5 બાળકોને સુરતના પલસાણા ગામે આવેલી મદરેસામાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. સુરતનો સાડીનો વેપારી મહંમદ બિલાલ મહંમદ ઇકબાલ મેમણ આધારકાર્ડ બનાવવાનું, ગેઝેટ તૈયાર કરવા અને સોગંદનામાં કરી આપતો હતો. કાંકરિયા સહિત આસપાસના 4 ગામમાં પણ ધર્મપરિવર્તનના ષડયંત્રમાં ગતિવિધિઓ ચલાવાઇ રહી હતી. ધર્માંતરણમાં વોન્ટેડ આરોપી આછોડનો હસન તેસલી અને પકડાયેલ અઝીઝની મહત્વની ભૂમિકા રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT માં બોગસ બિલિંગનું એટલું મોટુ કૌભાંડ કે 0 ગણતા ગણતા થાકી જશો


અત્રે નોંધનીય છે કે, આમોદ તાલુકાના કાંકરિયા ગામનો ધર્માંતરણ મામલો સામે આવ્યો છે. ગામના 150 લોકોનું ધર્માંતરણ કરાયું હતું. બાળકોને સુરતના પલસાણા તાલુકાના સામરોદ ગામની મદ્રસ-એ-ઇસ્લામિયામાં 5 બાળકોને મફત ભણવા માટે મોકલી આપ્યા હતા. લોકડાઉન પહેલા ઇસ્લામ ધર્મના શિક્ષણ માટે 3 વર્ષ ભણીને બાળકો પરત આવ્યા છે. લોકડાઉન થઈ જવાના કારણે બાળકો હવે ગામમાં રહે છે. ગામના યુવાનોને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ અબ્દુલ મજિદ નામનો આરોપી અવારનવાર જંબુસરની મસ્જિદમાં નમાઝ પઢવાનું શીખવાડવા લઇ જતો હતો.


વડોદરા નજીક મહીસાગર નદીમાં ડૂબી જતા એક જ પરિવારના 3 લોકોનાં મોત નિપજ્યાં


સુરના બિલાલ નામના ઇસમે અંદાજીત અત્યાર સુધીમાં 25 લોકોના આધારકાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. નામ બદલવા માટે ગેઝેટમાં સુધારો, સોગંદનામું અને આધાર કાર્ડનો ખર્ચ બિલાલ કરતો હતો. જો રૂપિયા ખૂટે તો જકાતના નાણાં પણ ઉપયોગમાં લેવાતા હતા. આરોપીઓએ સાથે માલી ભંડોળ એકત્ર કરી કાંકરિયા ખાતે ઈબાદતગાહ અને કબ્રસ્તાનનું પણ નિર્માણ કર્યું હતું. કેસને વધુ મજબુત તૈયાર કરવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સરકારી વકીલ પરેશ પંડ્યાની નિમણુંક માટે દરખાસ્ત મુકવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube