RAJKOT માં બોગસ બિલિંગનું એટલું મોટુ કૌભાંડ કે 0 ગણતા ગણતા થાકી જશો

બોગસ બિલિંગ કૌભાંડની તપાસનો દોર હવે છેક રાજકોટ સુધી પહોંચ્યો છે. જેના પગલે રાજકોટમાં પણ જીએસટી વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટની એક પેઢીની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. રાજકોટની કુલ 10 કંપનીઓ પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટી વિભાગના રાજકોટના ઇન્ગોટ્સ અને ટીએમટી બ્રાસના ઉત્પાદક ઉત્કર્ષ ગ્રુપ વિભાગ પર દરોડો પાડવામાં આવ્યો હતો. 
RAJKOT માં બોગસ બિલિંગનું એટલું મોટુ કૌભાંડ કે 0 ગણતા ગણતા થાકી જશો

રાજકોટ : બોગસ બિલિંગ કૌભાંડની તપાસનો દોર હવે છેક રાજકોટ સુધી પહોંચ્યો છે. જેના પગલે રાજકોટમાં પણ જીએસટી વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટની એક પેઢીની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. રાજકોટની કુલ 10 કંપનીઓ પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટી વિભાગના રાજકોટના ઇન્ગોટ્સ અને ટીએમટી બ્રાસના ઉત્પાદક ઉત્કર્ષ ગ્રુપ વિભાગ પર દરોડો પાડવામાં આવ્યો હતો. 

દરોડા દરમ્યાન અંદાજે રૂ. ૩૦ કરોડ રૂપિયાના ખોટા વ્યવહારો હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી જીએસટી ચોરી પકડાતા જીએસટી વિભાગ પણ ચોંકી ઉઠ્યો છે. ઉત્કર્ષ ઇસ્પાત એલ. એલ. પી. દ્વારા રૂ. રૂ. ૩૦ કરોડ તથા આયાષ મેટાકાસ્ટ પ્રા. લી. દ્વારા રૂ. ૨ કરોડની વેરા ચોરી પકડાઇ છે. અફઝલ સાદદલ અલી સિજાણી, મીનાબેન રાંગવસાંગ ઝાલા (રાઠોડ), મોહમાંદઅબ્બાસ રફીકઅલી મેઘાણી, વકતીરાજ પંકજભાઇ સુતરીયાની ભાવનગર બીલીંગ કેસમાં ધરપકડ કરાઇ હતી. ભાવનગર બોગસ બીલ કૌભાંડમાં  પકડાયેલા આરોપીઓની તપાસ અને પુછપરછ દરમિયાન આ નામ બહાર આવ્યું હતું. તપાસ દરમ્યાન ઇસ્પાત ગૃપના નિરજ જયદેવને છાતીમાં દુખાવો થતાં 108 મારફતે સીનર્જી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. 

SR NO.     NAME OF THE FIRM / PERSON     ADDRESS     TYPE 
1     UTKARSH ISPAT LLP & UTKARSH BARS PVT LTD     150 FT RING ROAD, RAJKOT     OFFICE 
2     UTKARSH ISPAT LLP     G.I.D.C BAMNBORE, RAJKOT     MFG UNIT 
4     UTKARSH BARS PVT LTD     G.I.D.C BAMNBORE, RAJKOT     MFG UNIT 
5     ARPANA NIRAJ ARYA, NIRAJ JAIDEV ARYA (DIRECTORs & DESIGNATED PARTNERs OF     UNIVERSITY ROAD, RAJKOT     RESIDENCE

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news