ચેતન પટેલ/સુરત : ઉધના મામલતદાર કચેરીમાં અઠવાલાઇન્સ ખાતે રેવન્યું તલાટી બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. વારસાઇ પેઢીનામુ બનાવવાનાં નામે અસીલ પાસેથી 2 હજારની લાંચ માંગી હતી. જેના અનુસંધાને અસીલ દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવીને તલાટીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીએ તલાટીને રંગેહાથ ઝડપી લેતા સમગ્ર મામલતદાર કચેરીમાં ચકચાર મચી જવા પામી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજતિલક સમારંભમાં 51 બ્રાહ્મણ, 31 જળ, 100 ઔષધિ અને 14 પ્રકારની માટીથી અભિષેક, વર્લ્ડ રેકોર્ડ

આરોપી યોગેશ રૂપાભાઇ વાટુકિયા (ઉ.વ 25) રેવન્યુ તલાટી તરીકે ઉધના, ડિંડોલીમાં કામ કરે છે. 29મી જાન્યુઆરીનાં દિવસે આઠવાલાઇન્સની મામલતદાર કચેરીમાં જ લાંચ લેતા ઝડપાયા હતા. યોગેશ વાટુકિયાએ સ્ટેમ્પ વેન્ડિંગનો ધંધો કરતા આરોપીનાં અસીલને વારસાઇનું પેઢીનામું બનાવવાનાં કામ માટે બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના પગલે એસીબીએ છટકુ ગોઠવીને આરોપી તલાટીને બે હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube