રાજતિલક સમારંભમાં 51 બ્રાહ્મણ, 31 જળ, 100 ઔષધિ અને 14 પ્રકારની માટીથી અભિષેક, વર્લ્ડ રેકોર્ડ

રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારંભનો આજે ત્રીજો દિવસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતી આપવામાં આવી રહી છે. મુખ્ય યજમાન તરીકે રાજવી માંધાતાસિંહ અને તેમના પત્ની રાજમાતા કાદમ્બરી દેવી છે. માટે 51 બ્રાહ્મણો દ્વારા 31 તીર્થોમાંથી આવેલા પવિત્ર જળ અને ઔષધીઓથી પણ અભિષેક કરવામાં આવશે. જેનો રેકોર્ડ નોંધાવા જઇ રહ્યો છે. રાજ્યાભિષેકમાં એક પછી એક રેકોર્ડ નોંધાઇ રહ્યા છે. 

રાજતિલક સમારંભમાં 51 બ્રાહ્મણ, 31 જળ, 100 ઔષધિ અને 14 પ્રકારની માટીથી અભિષેક, વર્લ્ડ રેકોર્ડ

રક્ષિત પંડ્યા, રાજકોટ : રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારંભનો આજે ત્રીજો દિવસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતી આપવામાં આવી રહી છે. મુખ્ય યજમાન તરીકે રાજવી માંધાતાસિંહ અને તેમના પત્ની રાજમાતા કાદમ્બરી દેવી છે. માટે 51 બ્રાહ્મણો દ્વારા 31 તીર્થોમાંથી આવેલા પવિત્ર જળ અને ઔષધીઓથી પણ અભિષેક કરવામાં આવશે. જેનો રેકોર્ડ નોંધાવા જઇ રહ્યો છે. રાજ્યાભિષેકમાં એક પછી એક રેકોર્ડ નોંધાઇ રહ્યા છે. 

રાજસુય યજ્ઞમાં 300 બ્રાહ્મણો દ્વારા આહુતી આપવામાં આવી રહી છે. 100 પ્રકારની ઔષધિઓ એકત્ર કરાઇ રહી છે. જેનો અભિષેક પણ કરવામાં આવશે. ભારતની વિવિધ પવિત્ર નદીઓમાંથી જળ એકત્ર કરવામાં આવેલા છે. આજ સવારથી જ બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ, સૂર્ય અર્ધ્ય ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સંધ્યા પુજન પણ કરવામાં આવશે.

રાજતિલક સમારંભમાં જળ, ઔષધિઓ ઉપરાંત 14 પ્રકારની માટીનો પણ અભિષેક કરવામાં આવશે. જેમાં ગૌશાળા, બળદનાં પગની માટી, રથનાં પૈડાની માટી, સોમનાથ સમુદ્રની માટી, રાજમહેલનીમાટી, પીપળાનાં વૃક્ષની માટી, ગિરનાર પર્વતના અંબાજી મંદિરની માટી, હાથીના દાંત પર ચોંટેલી માટી સહિતની વિવિધ પ્રકારની માટી દ્વારા પણ તેમનો રાજ્યાભિષેક કરવામાં આવશે.આ પ્રકારે પવિત્ર સ્નાન કરાવવાથી રાજાનાં શરીરમાં દેવી-દેવતાઓનો વાસ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news