આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ વરસાદ
Gujarat Monsoon 2024: રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ જામકંડોરણાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જામકંડોરણાના ચરેલ, દડવી ગામે વરસાદ વરસ્યો છે. દડવી, કાના વડાળા, ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
Gujarat Monsoon 2024: ગુજરાતમાં આગામી ચાર દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ચરેલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ચલામલીમાં અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતાં ગરમીથી રાહત મળી છે.
ગુજરાતના આ 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા, સંચાલકોએ 57 કરોડથી વધુનો ખેલ કર્યો!
મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ઉમઠીના સાપન નદીમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસા પહેલા જ ઉમઠીમાં સાપન નદી વહેતી થઈ તો નર્મદા ડેમની પાણીની આવકત પણ વધી છે. ડેમમાં 94 હજાર 405 ક્યુસેક પાણીની આવક થઈ છે. સતત બીજા દિવસે પણ ગિરીમથક સાપુતારામાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણથી પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી.
આઘા રહેજો! ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિ.મી દૂર, આ ભાગોમાં થશે મોટા નવાજૂની!
રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ જામકંડોરણાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જામકંડોરણાના ચરેલ, દડવી ગામે વરસાદ વરસ્યો છે. દડવી, કાના વડાળા, ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચરેલ ગામે અંદાજિત 1.5 ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી થયું છે. ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.
ગુજરાતમાં જમજીર ધોધ કેમ કહેવાય છે 'મોતનો ધોધ', જિલ્લા કલેકટરનો મહત્વનો નિર્દેશ
ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી ચાર દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ પડશે. ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
કોણ બનાવી રહ્યું છે ગુજરાતને "ઉડતા ગુજરાત", અહીંથી થયો ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ
તેની પર એક નજર કરીએ તો આવતીકાલે પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. ત્રણ દિવસ ગીર સોમનાથ, ભાવનગર, અને અમરેલીમાં પણ વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે.