ગુજરાતના આ 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા, સંચાલકોએ 57 કરોડથી વધુનો ખેલ કર્યો!

વોટર પાર્કના 27 એકમો પર દરોડાની કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. GST વિભાગના દરોડામાં 57 કરોડથી વધારેના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે. અમદાવાદ, હિંમતનગર, મહેસાણા, રાજકોટ, નવસારી, બનાસકાંઠા, ખેડામાં GST વિભાગની તપાસ ચાલી રહી છે.

ગુજરાતના આ 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા, સંચાલકોએ 57 કરોડથી વધુનો ખેલ કર્યો!

WaterPark: રાજ્યના 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. જી હા...વોટર પાર્કના 27 એકમો પર દરોડાની કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. GST વિભાગના દરોડામાં 57 કરોડથી વધારેના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે. અમદાવાદ, હિંમતનગર, મહેસાણા, રાજકોટ, નવસારી, બનાસકાંઠા, ખેડામાં GST વિભાગની તપાસ ચાલી રહી છે.

15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડામાં કોચ્યુમ લોકર, અન્ય એસેસરીઝના રોકડ વ્યવહાર સામે આવ્યા છે. રૂમ ભાડાની રકમ QR કોડ થકી સગાંના ખાતામાં મોકલાતી હોવાનો ખુલાસો થયો છે. પ્રવેશ મેળવનારની એન્ટ્રી ન દર્શાવી કરચોરી પણ થતી હોવાનું ખૂલ્યું છે. તપાસમાં મોટી કરચોરી મળવાની સંભાવના છે. 

GST વિભાગે રાજ્યના 15 વોટર પાર્કમાં દરોડા પાડ્યા છે જેમના નામો સામે આવી ચૂક્યા છે, જેમાં અમદાવાદના ફ્લેમિંગો વોટર પાર્ક & રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ સિવાય અમદાવાદના 7S વોટર પાર્ક એન્ડ એડવેન્ચરમાં તપાસ ચાલી રહી છે. ત્યારબાદ અમદાવાદના જલધારા વોટર વર્લ્ડ, સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક, હિંમતનગરના વોટર વીલે, સુસ્વા વોટર પાર્ક, મહેસાણાના બ્લિસ એક્વા, શ્રીગણેશા ફનવર્લ્ડ, નવસારીના મોદી વોટર રિસોર્ટમાં GSTના દરોડા પાડવામાં આવ્યા છે.

આ સિવાય રાજકોટના વોટર વેલી, એક્વાટિક વોટર પાર્ક, રાજકોટના ધ હેવન, ધ સીમર વોટર પાર્ક, બનાસકાંઠાના શિવધારા રિસોર્ટમાં GSTની કાર્યવાહી ચાલી રહી છે. ખેડાના વોટર સીટી પાર્કમાં પણ GST વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news