Agriculture News : 2024 નું વર્ષ કૃષિ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે આલાગ્રાન્ડ જવાનું છે. કારણ કે, 2024 માં કેન્દ્ર સરકારનું મુખ્ય ફોકસ એગ્રિકલ્ચર સેક્ટર રહેશે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા ઓપરેશન્સ ગ્રીન્સ અંતર્ગત સમગ્ર દેશમાં કુલ 53 પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. જેમાંથી 8 પ્રોજેક્ટ ગુજરાતના છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં 8 ક્લસ્ટરના વિકાસ માટે 514 કરોડ ફાળવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ 53 પ્રોજેક્ટ મંજૂર કરાયા, 8 ગુજરાતના
બાગાયત પાકોમાં ખેડૂતોને નુકસાન રોકવા માટે સંસદમાં ઓપરેશન ગ્રીન્સ પ્રોજેક્ટ લાવવામા આવ્યો હતો. જે અંતર્ગત મંત્રાલય દ્વારા કુલ 53 પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકારે કુલ 2457 કરોડના પ્રોજેટ્લની લીલી ઝંડી આપી છે. ેજમાંથી 514 કરોડના 8 પ્રોજેક્ટ ગુજરાતના છે. આ જાહેરાત થકી 49 હજાર લોકોને રોજગારી મળશે. તો 68 હજાર ખેડૂતોને સીધો ફાયદો થશે. 


Weather Forecast : ગુજરાતના આ જિલ્લાવાળા ખાસ સાચવજો : 8 થી 10 જાન્યુઆરીએ છે વરસાદની મોટી આગાહી


ગુજરાત માટે મંજૂર કરાયા પ્રોજેક્ટ


  • કેળા - 50 કરોડ

  • ડુંગળી  - 159.07 કરોડ

  • બટાકા - 286.86 કરોડ 

  • ટામેટા - 18.50 કરોડ 


આ પાકના ક્લસ્ટર બનાવાયા 
ગુજરાતમાં ટામેટા માટે સાબરકાંઠા, આણંદ અને ખેડા જિલ્લાનું ક્લસ્ટર બનાવાયું છે. જેમાં વાર્ષિક 13.57 લાખ મેટ્રિક ટન ટામેટાનું ઉત્પાદન થાય છે. એ જ રીતે ડુંગળી માટે ભાવનગર અને અમરેલીના ક્લસ્ટરમાં 5.46 લાખ, બટાકા માટે બનાસકાંઠા અને સાબરકાંઠાના ક્લસ્ટરમાં 38.7 લાખ, કેળા માટે સુરત, નર્મદા ભરૂચ અને આણંદ ક્લસ્ટરમાં 40 10 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. 


ગુજરાતમાં પણ સસ્તો થશે ગેસનો સિલિન્ડર, આ પરિવારોને મળશે તેનો સીધો લાભ