Weather Forecast : ગુજરાતના આ જિલ્લાવાળા ખાસ સાચવજો : 8 થી 10 જાન્યુઆરીએ છે વરસાદની મોટી આગાહી

Gujarat Weather Forecast : અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 8, 9 અને 10 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદ પડી શકે છે. ત્યારે કમોસમી માવઠું ફરી ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે. ત્યારે આ તારીખોએ કયા જિલ્લામાં વરસાદ આવશે તેનો ચાર્ટ જોઈ લો, જે હવામાન વિભાગે આપ્યો છે. 

8 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

1/4
image

હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.     

9 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદન આગાહી

2/4
image

9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. 

10 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

3/4
image

10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. 

7 જાન્યુઆરીથી વાતાવરણમાં મોટો પલટો આવશે

4/4
image

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે. હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. 8,9,10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હંમેશા ઠંડુગાર રહેતુ નલિયા બીજા ક્રમે આવી ગયું છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સહન ન થાય તેટલો ગગડી ગયો છે. વિવિધ શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે. 20 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તો 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.