બુરહાન પઠાન/આણંદ :ભરતસિંહ સોલંકીનાં કથિત રંગરેલિયાવાળા વીડિયો બાદ પત્ની રેશમા સોલંકી વિરુદ્ધ ટાઉન પોલીસ મથકમાં અરજી થઈ છે. વીડિયોમાં દેખાતી યુવતીએ રેશમા સોલંકી અને 10 શખ્સો વિરુદ્ધ અરજી કરી છે. રિદ્ધિ પરમારે ટાઉન પોલીસ મથકે અરજી આપી છે. તેણે પોલીસ સ્ટેશનમાં જણાવ્યુ કે, મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોફાન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિદ્ધી પરમારે પોલીસ સ્ટેશનમાં અરજી આપતા કહ્યુ કે, તે આણંદના મોતીકાકાની ચાલી પાસેની એક સોસાયટીમાં રહે છે. 31 મેના રોજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી તેના ઘરે સામાજિક કામથી આવ્યા હતા. ત્યારે તેના ઘરમાં રેશમા પટેલ અને કેટલાક લોકો જબરદસ્તીથી તેના ઘરમાં ઘૂસી ગયા હાત. તેઓએ તેની સાથે મારામારી કરી હતી. તેમજ તેનો વીડિયો ઉતારીને તેને બદનામ કરી હતી.


આ પણ વાંચો : ભરતસિંહ સોલંકી સાથે વીડિયોમાં દેખાતી યુવતી કોણ? નેતાએ જ નામ આપીને કર્યો ખુલાસો


આમ, રિદ્ધી પરમારે પોતાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આમ, ભરતસિંહ અને તેમની પત્નીનો મુદ્દો હવે જગજાહેર બની ગયો છે, આ મુદ્દો હવે પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે.


ભરતસિંહે ત્રીજા લગ્ન તરફ ઈશારો કર્યો
વીડિયો દેખાતી યુવતી વિશે કહ્યુ કે, મારા વાયરલ વીડિયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેલિયા કર્યા. પણ હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમારનું હતું. નિખાલસ વાત કરુ છુ કે, હું પત્નીથી છુટી થઈશ તો મને સ્વીકારવા તૈયાર થશે તે મારુ ત્રીજુ પણ થશે. મને સ્વિકારવા કોઇ તૈયર થાય તો ત્રીજુ  લગ્ન હશે એ મારુ નસીબ. લોકો હે રામ કહે એમ મને રંગરેલીયા સંભાળાય છે. 


આ પણ વાંચો : 


Success Story : ભગવાને કદ ભલે નાનું આપ્યુ, પણ દિવ્યાંગ દિવ્યાના હાથમાં એવો જાદુ આપ્યો કે રંગોથી આત્મનિર્ભર બની