અતુલ તિવારી/અમદાવાદ :આજે રાજ્યભરની શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થશે. આજે 30 માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે. વાલીઓને 11 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે RTE હેઠળ 70 હજાર જેટલા બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના નબળા અને વંચિત જૂથના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ અપાય છે. ત્યારે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ખાનગી શાળાઓના ધોરણ-1 માં આશરે 70 હજાર બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે. પ્રવેશ લેવા માટે વાલીઓએ 11 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. rte.orpgujarat.com વેબસાઈટ પર વાલીઓએ જરૂરી દસ્તાવેજ અપલોડ કરી અરજી કરવાની રહેશે. 16 એપ્રિલ સુધીમાં આવેલી ઓનલાઇન અરજીઓની જિલ્લા કક્ષાએ ચકાસણી કરાશે. જેના બાદ 17 થી 19 એપ્રિલ દરમિયાન અમાન્ય અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાની અરજદારોને તક અપાશે. અમાન્ય થયેલી અરજીઓ કે જેમાં ફરી ડોક્યુમેન્ટ અપલોડ થયા હશે એવી અરજીઓની પુન ચકાસણી 17 થી 21 એપ્રિલ દરમિયાન થશે. 26 એપ્રિલે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે. 


આ પણ વાંચો : ઢોલ વગાડવાનો અવસર, કોરોના બાદ પહેલીવાર સુરતના કાપડ બજારમાં તેજી આવી 


ત્રણ દિવસમાં ભૂલ સુધારી શકાશે
આ વર્ષે ઓનલાઈન ભરાતા ડોક્યુમેન્ટ્સને સુધારો કરવાની તક આપવામાં આવી છે. ગત વર્ષે આવી અનેક ફરિયાદો આવી હતી, જેને પગલે આ વર્ષે ડોક્યુમેન્ટ્સ સુધારા માટે ત્રણ દિવસ આપવામા આવ્યા છે. 17 થી 19 એપ્રિલ દરમિયાન અમાન્ય અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાની અરજદારોને તક અપાશે. જેમાં જે વાલીઓએ આવકના દાખવા, સ્કુલ લિંવિગ સર્ટિફિકેટ કે પછી કોઇ પણ દસ્તાવેજમાં અપલોડ કરવાની ભુલ કરી હશે તો આ ત્રણ દિવસમાં સુધારી શકાશે. કે પછી આવક કે જાતિના દાખલા રજુ કરવાના બાકી હોય તો રજુ કરી શકાશે. ગત વર્ષે આવી અનેક ફરિયાદો આવતા અલગ દિવસોમાં ફાળવવામાં આવ્યા હતા. આથી આ વર્ષે આ વાતનું પુનરાવર્તન નહીં થાય તે માટે અલગ થી ત્રણ દિવસ ફાળવ્યા છે.