Tattoo risks and precautions: મા જગદંબાના સૌથી મોટા પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે. નવલી નવરાત્રિનો પ્રારંભ આગામી 3 તારીખથી થઈ રહ્યો છે. નોરતાની ખરીદીથી લઈને ચણિયા ચોળી અવનવી પેટર્ન અને ટેટૂ માટે પણ અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખેલૈયા નવે નવ દિવસ પરંપરાગત પોશાકમાં ગરબે ઘુમવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને ચોલી- કેડીયા સહિતનુ ભાડે લેવા માટે એડવાન્સ બુકીંગ પણ યુવક- યુવતિઓ કરાવી રહ્યા છે. એક તરફ બજારોમાં ખરીદીનો માહોલ છે તો બીજી તરફ નવરાત્રિમાં યુવાઓમાં ટેટૂને લઈને અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ યૂનિક ટેટૂ માટે પડાપડી થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા


ટેટૂના ક્રેઝને લઈને ભીડ એટલી બધી વધી ગઈ છે કે, ટેટૂ બનાવવા માટે વેઈટિંગ જોવા મળી રહ્યું છે. સારી વાત એ છે કે, યુવાઓમાં અવનવા ટેટૂનો ક્રેઝ છે. પરંતુ શું તમને ખબર છે કે અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી હિપેટાઈટિસ 'બી', એચઆઇવી, સ્કીન ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. સાંભળીને 440 વોટનો ઝટકો લાગ્યોને.. પરંતુ આ હકીકત છે. આજના સમયમાં મોટાભાગના યુવાનોમાં ટેટૂનો ક્રેઝ જોવા મળે છે. આજકાલ એકબીજાની દેખા-દેખીમાં ટેટૂ બનાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે શોખમાં બનાવેલા ટેટૂ ક્યારેક તમારા માટે આફત પણ બની શકે છે? 


સર્જાયું શક્તિશાળી વાવાઝોડું! શું ગુજરાતમાં અસર થશે? 215 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન


ડોક્ટરોના કહેવા પ્રમાણે ટેટૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી શાહી અને સોયથી હેપેટાઈટિસ બી અને સી, એચઆઈવી ઉપરાંત કેન્સરનો ખતરો પણ પેદા થઈ શકે છે. ટેટૂ ત્રોફાવવા વિવિધ લોકો માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવાથી હિપેટાઈટિસ બી અને સીનો ચેપ લાગી શકે છે. ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઈટિસ બીના પ્રસારનો દર અંદાજે 3.30 ટકા છે. હિપેટાઈટિસના પ્રસારને અટકાવવા માટે સુરક્ષિત રીતે ટેટૂ મૂકાવવા અને કડક સ્ટરિલાઈઝેશન પ્રોટોકોલ્સ ખુબ જ જરૂરી છે. 


કોઈ યુવતીની છેડતી કરતાં વિચારજો! આ રીતે ચણિયાચોળીમાં ઘૂમતાં ઘૂમતાં ત્રાટકશે SHE ટીમ


આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, આજકાલ સસ્તા ટેટૂની લ્હાયમાં ગમે ત્યાં કરાવતા હોય છે, પરંતુ તમે ટેટૂ ક્યાં કરાવી રહ્યા છો તે ખુબ જ મહત્વનું છે. ટેટૂ આર્ટિસ્ટ કયા પ્રકારની શાહીનો અને કયા પ્રકારની નીડલનો ઉપયોગ કરે છે તે ખાસ ચકાસી લેવું જોઈએ. તમને જણાવી દઈએ કે ટેટૂની કેટલીક સ્યાહીમાં ખતરનાર કેમિકલ હોય છે, જે કેટલીક ગંભીર બીમારીને નોંતરે છે. હલકી ગુણવત્તાની સ્યાહી અને બીજા ઉપર અગાઉ ઉપયોગ થઈ ચૂકેલી નીડલ દ્વારા ટેટૂ કરાવવાથી ભવિષ્યમાં હિપેટાઈટિસસ એચઆઈવી, ટીબી પણ થવાનું જોખમ રહે છે.


નાપાક પાકિસ્તાનનો એક પાક બંદો! દુબઈમાં ગુમ થયેલું ગુજરાતીનું હીરાનું બ્રેસલેટ પાછું


ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં ટેટૂ કાઢવા માટે ખાસ મશીન વસાવાયું છે. અત્યાર સુધી અંદાજે 12 હજારથી વધુ લોકોના ટેટૂ આ મશીનથી કાઢવામાં આવેલા છે.


ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?


ટેટૂમાંથી મલ્ટિ કલર કાઢવા મુશ્કેલ
હાલમાં મોટાભાગના ટેટૂ મશીનથી કરવામાં આવે છે અને તેમાં મલ્ટિ કલરનો ઉપયોગ થાય છે. રેડ, ગ્રીન, બ્લૂ, યલો કલરનો ઉપયોગ કરવામાં આવે તેવા ટેટૂ કાઢવા મુશ્કેલ બને છે. આ ટેટૂ કાઢ્યા બાદ સ્કીન ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે.