ઝી બ્યૂરો/ગાંધીનગર: ગુજરાતમાં સરકારી પરીક્ષાના પેપર ફૂટવા કોઈ મોટી વાત નથી. તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના ચારેબાજુ પડઘા પડી રહ્યા છે, ત્યારે પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે. હવે ગુજરાતમાં પેપર લીક કરશો તો મોટી કાર્યવાહી થશે, એટલે કે નવા કાયદાને લઈને ઋષિકેશ પટેલે મોટી જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં મેચને પગલે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, અડધી રાત સુધી મળી રહેશે આ ટ્રેન


પેપર લીક કાંડ મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ખબર પડતાની સાથે જ ગુજરાત ATSએ કામગીરી હાથ ધરી હતી અને શંકાસ્પદ 15 લોકોની ધરપકડ કરી લીધી હતી. કોઈની સાથે પણ અન્યાય ના થાય તે માટે પરીક્ષા રદ કરાઈ હતી. ત્રણ-ચાર મહિનાથી કાયદો બનાવવા તજવીજ ચાલુ છે. આ વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવશે. એટલું જ નહીં, જૂનિયર ક્લર્કનું પેપર ફોડનાર આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની કાયદામાં જોગવાઈ કરાશે.


પાખંડીને સજા થતાં આ પરિવારે ઘરમાં ઉજવણી કરી મીઠાઈ વહેંચી: દીકરી સાથે થયો હતો આ કાંડ


મહત્વનું છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારો સહિત વાલીઓ રોષે ભરાયા હતા અને માંગ કરી રહ્યા હતા કે આ અંગે કડક કાયદો બનાવવામાં આવે જેથી કોઈ પેપર લીક કરવાની હિંમત ન કરે. હવે આ વાતને લઈને રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, છેલ્લા 3- 4 મહિનાથી કડક કાયદો બનાવવાની કવાયત ચાલુ છે. વિધાનસભામાં કડક સજાવાળો કાયદો ઘડવામાં આવશે. જે પરીક્ષાઓ અટકી છે તે પરીક્ષાની તારીખો ઝડપથી જાહેર કરવામાં આવશે. 


એક સમયે ચા વેચતો આસુમલ કેવી રીતે બની ગયો "બાપુ આસારામ", જાણી લો પાખંડીનો ભૂતકાળ


તેમણે જણાવ્યું કે, નવા કાયદામાં કડક જોગવાઈ હશે. પેપર જ્યાં છપાશે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે તે તમામ લોકોની જવાબદારી બનશે. આવનાર બજેટ સત્રમાં જ પેપરલીક મામલે ગુજરાત સરકાર નવો કાયદો લાવશે.